________________
દિવ્ય કુલડાં. “મારી પ્રભુના વચનમાં શ્રદ્ધા છે ” એમ કહેવું તે ઉત્તમ અને પ્રશંસનીય છે. પરંતુ કોઈ સમયે અને કોઈ સ્થળે તેને અનુભવ થવો એજ આ અવની ઉપરનું સખ્ય છે.
વિશ્વની વિકટ વાટમાં વિચરનારા પુરૂષોને ફક્ત એકલા જ્ઞાનની આવશ્યકતા છે એમ નથી; પરંતુ તેને વ્યવહારમાં ઉપયોગ કરવાનું પણ શીખવાની જરૂર છે કારણ કે ફક્ત ઇચ્છાથી કાર્યની સિદ્ધિ થતી નથી પરંતુ તે મુજબનું આચરણ કરવું જોઈએ છે.
મનુષ્ય ને પોતાની શારીરિક અથવા નૈતિક સ્થિતિ સંબંધી બધા વિચાર કરે તે તેને એમ તે જણાઈ આવ્યા વિના નહિ રહે કે પોતાની ઉકત સ્થિતિમાં સમાધાનકારક નથી.
दिव्य फुलडां.
(સંગ્રાહક–અંબાલાલ ત્રીભોવન શાહ, જૈન બોર્ડ ગ.) કેઈની હરીફાઈ કરવી પણ અદેખાઈ કરવી નહિ કારણકે હરીફાઇ કરનાર માણસ છેવટે ફત્તેહ પામે છે પણ અદેખાઈ કરનાર માણસ દુઃખી થઈ નાસીપાસ થાય છે.
મહાત્મા પુરૂષનાં જીવનચરિત્ર વાંચી તેમના જેવા બનવાને પ્રયત્ન કરવો જોઈએ, તેમના જીણો તરફ લક્ષ નહિ આપતાં તેમના સુગુણો તરફ લક્ષ આપવું જોઈએ.
બનતા સુધી જરા પણ આપણે વખત નકામે ગુમાવવો નહિ કારણકે ગયેલે વખત હજારે ઉપાય કર્યા છતાં પાછો મળતું નથી.
ખરાબ વિચારને આપણું હૃદયમાં જગ્યા આપવી નહિ. જો કોઈ ખરાબ વિચાર ઉત્પન્ન થાય કે તરત જ તેને કાઢી નાખવું જોઈએ કારણકે તે ખરાબ વિચાર દુધમાં નાખેલા ઝેરની માફક નુકશાન કરે છે.
દરેક પ્રાણુ ઉપર દયા રાખવી કારણકે દરેકને આત્મા આપણા આત્મા સરખે છે.
દુઃખ પડે ગંભીરતાથી સહન કરવું અને સુખ આવે મગરૂર બનવું નહિ કારણકે સુખ દુખ તે માણસની કસોટી છે.
ગમે તેટલું જ્ઞાન મળે પણ મગરૂર થવું નહિ કારણ કે મગરૂરીથી માણસનું જ્ઞાન ઓછું થાય છે.
દરેક કાર્ય બીજના ઉપર આધાર નહિ રાખતાં પોતાની મેળે જ કરવું, કારણકે સ્વાનુભવથી માણસને સુખ થાય છે.