________________
૧૬
બુદ્ધિપ્રભા,
માણસ પાસે બેસવું નહિ પણ સારા સ્થળે બેસવું. જો કોઈ હોશીયાર વિદ્યાર્થી પાસે બેસીએ તે આપણામાં કેટલીક શીયારી આવે છે. કોઈ દારૂ પીનાર પાસે બેસીએ તે આપણને કંઈક ઘેન ચઢે છે. પાણીપતના મેદાનમાં ઉભા રહીએ તો આપણને લાઈનાજ વિચારો આવે છે માટે હંમેશાં સ્થળ વિચારીને કાર્ય કરવું.
કેઈપણ કાર્ય જેઈને નાસીપાત થવું નહિ પણ તેને કરવાને માટે પ્રયત્ન કરે. પ્રથમ નાશપાત થઇએ તે ફરીને, અને એમ ફરી ફરીને કરતાં આપણે તેમાં ફાવી શકીએ છીએ, કારણકે આપણા આત્માની શક્તિ અનંત છે.
૪
૪
सौंदर्य प्राप्तिनो सर्वोत्तम उपाय !
(લેખક:-મણલાલ મોહનલાલ પાદરાકર.)
સુંદર થવાનું કોને ન ગમે વારૂ? સૌને ગમે! સર્વ સ્થળે, દીર્ઘ દ્રષ્ટિથી અવલોકવામાં આવે, તો સહજ હમજાશે કેપ્રત્યેક દેશમાં–પ્રત્યેક વ્યક્તિની-સદા સર્વદા સુંદર થવાની સુંદર દેખાવાની એક સરખી ટાપટીપ ચાલી રહી હોય છે. કોઈ પેનીશ ઇટાલીયન કે ઈગ્લિશ ફેશનના વાંકડીઓ વાળની ગુચ્છીઓથી તે કોઈ રશીયાના ઝારના જેવી ફાંકડી વાંકડી મુછોના, કેમેટીકથી મરડી ભચડી વાળેલા આંકડાથી, કોઈ ચશ્માના ચકચકત ચમકારાથી તે કોઈ ગંભિર અને કોઈ સુંદર વદનથી ગમે તેમ પણ પોતે કેમ કરીને વધુ સુંદર દેખાય–પિતાના સેંદર્ય તરફ લેકે કેમ કરી આકર્ષાય ! તેને અતિશય પ્રયાસ અને પરિશ્રમ કરી રહ્યા છે પરંતુ નાણા વિનાની કથળી-નાણથી ભરેલી દેખાડવી, એ જેટલું અશક્ત અને હાસ્યાસ્પદ છે તેટલું જ બલકે તેથી પણ વધારે અશક્ય અને હાસ્યપાત્ર, મનની સુંદરતા વિના–આંતરીક સુંદરતા વિના, બાહ્ય સુંદરતા (કે જે મેળવવાનીજ સાની તડામાર ચાલી રહે છે તે)ની પ્રાણીને પ્રયાસ છે કારણકે નાણું આવશે તો જ તે કથળી ભરેલી જશે અને ગણાશે. તેમજ આંતરીક સુંદરતા આવશે તેજ બાહ્ય સુંદરતા પ્રાપ્ત કરી શકાશે.
પણ સુંદરતા અપ્રાપ્તવ્ય છે શું? ના! ના! તેતે સદૈવ પ્રાપ્તવ્ય જ છે પણ તે પ્રાપ્ત કરવાની અમોધ કળાની કુશળતા વિના, તે મળી શકતી નથી. બાંધવો! તમે કોઈ દિવસ આંતરીક સંદર્યની વાંછના કરી છે? કે તમોને માત્ર બાહ્ય સાંદર્યનાજ ભોક્તા થવું ગમે છે? આંતરીક-હૃદયની સૌદર્યતા વિનાની બાહ્ય સંદર્યતાને તમે શું કરશે ? જે સંદર્યતા આ લોકનું ઈછત અને પાકિક વાંછિત આપવા સમર્થ છે તે સૌંદર્ય મેળવવા પ્રયાસ કરશે તે, જેમ બાજરીના સાંઠા (ઘાસ) તે બાજરી થતાં-બાજરી સાથે જ, સહજ વિના મે મળે છે અને સાંઠા માટે જુદી મહેનત કરવી પડતી નથી તેમઆંતરીક સોંદર્યની પ્રાપ્તિમાંજ બાહ્ય સાંદર્યને તે સમાવેશ થાય છે. અર્થાત, આંતરીક સંદર્ય માટે પરીશ્રમ કરવાથી–બાહ્ય સૌંદર્ય તે વિના પરિશ્રમે સહજ પ્રાપ્ત થવાનુજ.
અંતઃકરણની યથાર્થ ઉચ્ચતાવાળા મહાપુરૂષનાં મુખકમળ-અત્યંત પ્રઢ, તાપશાળી, ભવ્ય, પ્રતિભાશાળી અને સંદર્ય વિલાસીત-પ્રશાંત હોય છે, એવું જે કહેવાય છે, તેનું શું કારણ હશે? તેને તમે કદી વિચાર કર્યો છે? અનુભવ કર્યો છે? કહે કે ના! તે લ્યો હુંજ કહું ! તેનું કારણ એ જ છે કે તેઓ પરમામા, જે અત્યંત વૈટ-અત્યંત પ્રતાપભય-અત્યંત