________________
બુદ્ધિપ્રભાના લેખક બંધુઓને વિજ્ઞપ્તિ
૧. કેટલાક ગૃહસ્થ લેખક બધુઓ વાંચકવર્ગને ઉદ્દેશીને પોતાના લેખમાં તમારે આમ કરવું જોઈએ. તમારી અમુક ફરજ છે.” વિગેરે લખે છે જે કે. આમ લખવામાં તેમને ઈરાદે મેટાઈ મેળવવાનું કે ઉપદેશકમાં ખપવાના હોતા નથી પરંતુ (મુનિ મહારાજ શિવાયના) ગૃહસ્થ લેખકે ઉપદેશ કિંવા આજ્ઞાની રીતીએ નહિ લખતાં પોતાને પણ વાંચકવર્ગમાં ગણી “ આપણે આમ કરવું જોઈએ. આપણી અમુક ફરજ છે.” એવી રીતે લખવામાં આવે તો લેખકનું નીરાભીમાનીપણું અને લધુતા જણાવા સાથે વાંચનારના મનમાં લેખકને માટે સારા ભાવ ઉત્પન્ન થશે એમ મારું માનવું છે. '
૨. કેટલાક લેખક મહાશય લેખ લખનાર તરીકે પોતાનું આખું નામ પ્રગટ કરાવે છે. મારા ધારવા પ્રમાણે આમ થવાથી લેખ ઘણા ઉત્તમ અને બોધદાયક છતાં કેટલાક વાંચનારને તે બીલકુલ અસર કરી શકતા નથી. કેમકે લખનારનું નામ વાંચી તેના મનમાં તુરતજ એવો વિચાર આવે છે કે આ લખનાર તા ફલાણા ગામનો ફલાણે માણસ અથવા મારા અમુક મિત્રને છોકરો છે ને તેનામાં કેટલું જ્ઞાન છે તે હું જાણું છું ! ! વિગેરે ટુંકા વિચાર લાવી લેખના મહત્વ અને ઉપયોગીપણા તરફ દુર્લક્ષ કરે છે પણ તેજ લેખ લખનારનું પુરૂ નામ પ્રગટ નહિ કરતાં “લી ચેતન, મૌક્તિક, વીરમણી વિગેરે સંજ્ઞા માત્ર લખી હોય તે તેને તેજ લેખ તેના તેજ વાંચનારને ઘણી અસર કરી શકે છે પરંતુ આમ કરવાથી લેખક બંધુઓએ એક અગત્યનો ભાગ આપવો પડશે તે એકે પોતાનું નામ બીજાઓને જણાવી વિદ્વાન કે કવીમાં ખપવાની પોતાની અભિલાષાને દાબી દેવી પડશે જો કે આમ કરવાથી એક પ્રકારના ગુણ પ્રગટ કરવા સારી તક મળશે.
લી૦
બુદ્ધિપ્રભાને એક વાંચનાર,
અધ્યાત્મશાન્તિ આવૃત્તિ બીજી.
પાકી બાઈન્ડીંગ પૃષ્ઠ ૧૩૬. કી. રૂ. -૩-૦ ખરેખર શાન્તિને આપનારા આ લઘુ ગ્રન્થ અહાનીશ અભ્યાસપાઠની માફક મનન કરવા ચોગ્ય છે. શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ તે સં'. ૧૯૫૯ માં રચેલે છે તેની બીજી આવૃત્તિ સુધારા સાથે પ્રગટ થઈ છે. ગ્રન્થ અપૂર્વ છે. વચનામૃત, ચગદીપક ભ૦ ભાગ છટ્ટા તથા સાતમા ગુરૂધ, આનન્દઘન પદ સગ્રહ-ભાવાર્થ. તીર્થયાત્રા વિમાન ઈ.
ગ્રન્થા દરેક ઘરમાં અવશ્ય હોવા જોઈએ.