Book Title: Buddhiprabha 1913 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ વિચારશ્રેણિ. ૧૭૧ ઉત્પન્ન થાય છે. પરિચયવાળાના સંબંધથીજ આમ થાય છે એમ નહિ, પણ અન્ય કોઈને પણ પ્રસંગમાં આવતાં આમ બને છે. જો કે આપણે તેને સ્વભાવ અગર વર્તણુક જાણતા નથી હતા, તોપણ અનેક પ્રસંગે તેમ બને છે. જેને સદગુરૂને સુભાગે સંબંધ સેવ્યો હશે, તેને તે સારી પેઠે અનુભવ થયો હશે કે કોઈ પણ જાતના તેમના નેત્રાદિના હાલ્યા ચાલ્યા વિના જ આપણું મનનીજ અવ્યવસ્થા શાંત થઈ જાય છે, એટલું જ નહિ પણ અંતર વૃતિ જુદું જ રૂપ ધારણ કરે છે. અત્ર તાત્પર્ય એટલું જ કે કોઇના પણ સંબંધમાં આવતાં વૃત્તિને ફેરફાર થઈ જાય છે. આ ફેરફાર તે મનુષ્યને નેત્રાદિ અવય વડે જુદા જુદા ભાવ દર્શાવે છે તે જ થાય છે તેમ નથી અગર એ બોલે તે થાય છે તેમ નથી. આથી સહજ વિચાર થઈ આવે છે કે આવું તે પ્રત્યેક મનુષ્યમાં શું રહેલું છે કે આમ બને છે? પ્રત્યેક મનુષ્યને પિતાના વિચાર પ્રમાણેનું વાતાવરણું બંધાયેલું છે, અને તે વળી આકાર, રંગ, રૂપવાળું હોય છે, જે આપણે તેને પ્રત્યક્ષ જોઈ શકતા નથી, તે પણ તે છે એ વાત સિદ્ધ છે. જેને આધ્યાત્મ શાસ્ત્રને અભ્યાસ કરેલ છે તેઓ આ વસ્તુ સારી રીતે સમજી શકે તેમ છે. આ વાતાવરણ મનુષ્ય જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેની સાથેજ જાય છે, તે એક ક્ષણ પણ મનુષ્યથી છુટું પડતું નથી. આ પ્રમાણે સર્વને હોય છે વળી આપણે જેના સંબંધમાં આવીએ છીએ તેનું વાતાવરણ વગર બેલે વગર ચાલે પણ આપણને અસર કરે છે, હવે જે બંનેનું વાતાવરણ સજાતીય હોય છે તે પ્રીતિ સંબંધ થાય છે અને વિરૂદ્ધ ભાવવાળું હોય છે તે તેનાથી વેગળા રહેવા ઈચ્છા થાય છે પણ આમાં એટલું લક્ષમાં રાખવું કે જેવું અધીક બળવતર હોય તેનું જ વિજાતીય સંબંધમાં જયને પામવાવાળું થાય છે. દાખલા તરીકે એક મનુષ્ય શાંત સ્વભાવવાળો હોય, અને સામે મનુષ્ય ફોધી હોય અને હવે જે શાંત સ્વભાવવાળાનું બળ વધારે હોય તે પેલે bધી પણ શાંતિનું રૂપ લે છે એટલે કે શાંત થઈ જાય છે. આથીજ રૂછ મનુષ્યના સંબંધમાં ન આવવું એવી માન્યતા સામાન્યતઃ બંધાઈ છે. કારણ કે તેમના અલ્પ સંબંધથી પણ તેમના વિચારનું વાતાવરણ પ્રબળ હોય છે તે તેથી નુકશાન થાય છે, સંબંધથી જે લાભ હાની થાય છે તે વાતાવરણના સંબંધને લઈને જ થાય છે. આપણું સારા વિચારો પણ નરસા સ્વરૂપને ધારણ કરી લે છે કારણું આપણે આપણું વિચારોનું પ્રાબલ્ય હજુ જોઈએ તેવું વધારે હોતું નથી અને સ્વભાવતઃ દુષ્ટ વિચારોનું તે પ્રાબલ્ય વધુ હોય છે. આજ કારણને લઈને જે મને યોગથી વિચારોના પ્રાબલ્યને જય કરેલ છે એવા સશુરૂના સમાગમથી અત્યંત લાભ થાય છે. આ વાતાવરણની આટલી બધી અસર થવાનું કારણ તો સહજ સમજાયું હશે કે વિચારના પ્રાબલ્યને લઈને આમ બને છે. વિચાર અંતર સૃષ્ટિમાંથી ઉત્પન્ન થાય છે. ઘણું મનુષ્યને વિચાર સુષ્ટિને ખ્યાલ હોય છે પણ તેનામાં આટલું બધું પ્રાબલ્ય છે કે કેમ તે સંબંધે ખ્યાલ પણ હેતિ નથી અને તેથી તેમને વિચારની મહત્તા ઘણજ ડી હોય છે, અને તેથીજ તેવા મનુષ્યો આ સ્થલ જગતને જ સત્ય સ્વિકારે છે અને અંતર સૃષ્ટિ નિર્જીવ (કિમત વિનાની) માને છે. વળી કઈ કઈ તે એમ માને છે કે વિચાર એ સ્વતંત્ર નથી પણ મગજના અણુએમાંથી અમુક પ્રકારે લાભ થવાથી ઉત્પન્ન થાય છે, પણ જેને આધ્યાત્મ વિધાને સ્વિ

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36