________________
દિવ્ય કુલડાં.
વધારે અને વધારે દુઃખી થતા જાય છે અને છેવટે એટલા તે દુઃખી થાય છે કે શું કરવું, શું ન કરવું તેનું પણ તેઓને ભાન રહેતું નથી અને બેશુદ્ધ બની જાય છે પણ તે પ્રમાણે નહિ કરતાં તે દુઃખને દુર કરવાને માટે કોઈ હસમુખા મિત્રની પાસે જવું, કોઈ સારૂં પુરતા વાંચવું, અથવા તે જગ્યાથી બહાર ચાલ્યા જવું અને આપણું મન બીજા કેઈ કામમાં એવી રીતે લગાડવું કે તે આવેલા દુઃખને ભૂલી જવાય.
પુસ્તક તે આપણે સાચામાં સાચો અને હૃદયથી ચહાનાર મિત્ર છે. ગમે તેવાં દુઃખને સમયે પણ તે આપણને હિંમત આપે છે. મિત્રો અને સગાં વહાલાં તો આપણને ઘેરજ સારી શીખામણ આપે છે પરંતુ તેને એક પરદેશમાં પણ એક મોટા મિત્રની ગરજ સારે છે પરંતુ તે પુસ્તકે હંમેશાં એવાં પસંદ કરવાં કે જેથી તે ખરા મિત્રની ગરજ સારે.
મન ઉપર જેણે જીત મેળવી તેણે આખું જગત કર્યું છે, કારણકે તે માણસ જગતમાં મહાન કાર્યો કરવાને શક્તિવાન થાય છે.
નશીબ ઉપર આધાર રાખી બેસી રહેનાર માણસની આશા પાણીના પરપોટા જેવી છે એટલે તે આશા ફળીભુત થતી નથી પરંતુ આપણે જાત મહેનત અને ઉદ્યોગથી કઈ પણ કામને પાર પાડી શકીએ છીએ. કોઈપણ કામમાં ફત્તેહ નહિ મળતાં નશીબને દોષ કાઢવો તે આપણુ દુઃખને દિલાસો આપવાનું સાધન છે.
જેવી રીતે વેપારીએ રાત્રે પિતાનો હિસાબ ચે કરે છે તેવી રીતે આપણે પણ દિવસના કરેલાં સત્કાર્ય અને દુષ્કર્મની ફેંધ લેવી જોઈએ અને રાત્રે સુઈ રહેતી વખતે તેને વિચાર કરી, જે આપણે દુષ્કર્મ કર્યા હોય તે પરમેશ્વર પાસે ખરા અંત:કરણથી માફી માગવી અને પોતે એ દઢ નિશ્ચય કરવો કે જેથી કરીને ફરી તે દુષ્કૃત થાય નહિ, અને કેઇએ સારું કામ કર્યું હોય તો મનમાં આનંદ પામવો અને તેવાં સારાં કાર્યો હમેશાં કરવાની તીવ્ર ઈચ્છા રાખવી.
માતાપિતા, ધર્મગુરૂ અને વડીલની આજ્ઞાને કોઈ દિવસ ભંગ કરવો નહિ, તેમને વિનય કરવો અને તેમની વૈયાવય કરવી. નાનપણમાં કરેલા આપણે માતપિતાના ઉપકાર ભુલી જવા નહિ અને તેમના ઉપકારને આપણાથી બને તેટલા અંશે બદલે આપવો.
ઉપકાર કરવો તેના બદલાની આશા રાખવી નહિ પણ વિચારવું કે દરેક કાર્ય કરવું તે આપણી ફરજ છે.
જેવી રીતે આપણે બીજાઓને આપણી તરફ વર્તાવવાની ઈચ્છા રાખતા હોઈએ તેવી રીતે આપણે તેમની તરફ વર્તવું.
ખરાબ માણસ પાસે બેસવાથી ખરાબ વિચાર આવે છે, માટે કોઈ દિવસ ખરાબ