________________
બુદ્ધિપ્રભા.
-
~-
~
અંતઃકરણમાં ગુણી–સજજન જને પ્રત્યેની પૂજ્ય બુદ્ધિનું અસ્તિત્વ હોવું એ શ્રેષ્ઠતાનું લક્ષણ છે. જેનામાં એકતા છે તેને બીજાની પણ શ્રેષ્ઠતા જણાશે અને તેને માટે પૂજ્ય બુદ્ધિને પ્રાદુર્ભાવ થશે.
મલીન થયેલું મન હોય તે સ્વચ્છ કરવામાં ઘણી મહેનત પડે છે.
જ્યાં સુધી માનવજાતિ જગદુપકારી મહાન પુરૂષોએ બતાવેલા નીતિના માર્ગને આશ્રય ગ્રહણ કરશે નહિ, આધાર લેશે નહિ ત્યાં સુધી કોઇનું પણ કલ્યાણ થશે નહિ. બસ, એથી અધિક એક વાક્યમાં નીતિની મહત્વતા જણાવી શકાય તેમ નથી.
નt () ધાતુને અર્ય આંગળી પકડી ચલાવો થાય છે. જે અમોને વિકટ સંકટમાંથી ઉગારી આંગળી પકડી-અખલિતપણે દેરી જનાર તેજ નીતિ અર્થાત નય છે. મનુષ્ય જાતિના સંસારમાં ચાલવાના તેજ નિયમો હોવા જોઈએ કે જેની સાથે સઘળા જન સમુહને સાંસારિક અને પારલૌકિક સુખ પ્રાપ્ત થાય તે નીતિ છે.
કઈ એમ ધારે કે-ફકત નીતિને સંબંધ અમારા સુખ સાથેજ છે; પરંતુ વાસ્તવિક રીતે તેમ નથી. તેને સંબંધ બીજાના સુખની સાથે પણ છે, આ તત્વ રમૃતિમાંથી, વિસારી દેવો નહિ. ધર્મશાસ્ત્રોમાં તવવેત્તા અને તત્વચિંતક મહાન પુગે નીતિ વિષયક નિયમે વિધિ-અને નિધિ રૂપથી બતાવ્યા છે. તેની વિરૂદ્ધ આચરવાથી અવહેલને થાય છે.
નિનિ વિરૂદ્ધ ચાલવાથી એટલે અનીતિવાળાં આગ આગરવાવાળાં પાન જગતમાં નિંદા થાય છે તેઓ પોતાના અને પ્રજા નોનો રાજ્યાનાશ કરે છે. ચતુર પુરા કદાપિ કાળે પણ ધર્મ અને સુનીતિને અનાદર નજ કર જોઈએ ! ધર્મ અને નીતિની અવહેલના કરવાથી મનુષ્ય પતિત થાય છે અને માનવી કર્તવ્યોથી પરસુખ થઈ જવાને લીધે તેને જન્મ નિરર્થક જાય છે.
| નદીને પ્રવાહ આગળ વધતા જાય છે તે ફરી પાછો વળી શકો નથી. તેવી જ રીતે આપણુ મનુષ્ય જીવનને પ્રવાહ પ્રતિદિન આગળ વધતો જાય છે. આ સમય કરી અમને મળી શકશે નહિ. એને સત્કાર્યમાં વ્યય કરી સદુપયોગ કરો ! જેથી કંઈક કલ્યાણકારક કાર્ય થઈ શકે !
ધર્મ નીતિનું પ્રકાશમય જે જીવન છે તે જ સાચું અને સુખમય જીવન છે. આપણે પ્રતિ દિવસ-નહિ પરંતુ પ્રતિક્ષણ સ્મરણમાં રાખવું જોઈએ કે અમારી સ્મરણ શક્તિ-શાંત સ્વભાવ–સમય અને સમ્પત્તિને સં ગ કરવાથી જ સમાજ (જન) પ્રકાશમય-અને પ્રભાવશાળી તથા સુખી થશે. મિતું.