________________
૧૫૬
બુદ્ધિપ્રભા.
ખભા દ્વારા દર્શાવે છે અર્થાત પિતાની મહત્વતા બતાવવાને મનુષ્ય પોતાના ખભા ચઢાવે છે પણ ભગવાને તે માનનો (અહંકારને) નાશ કર્યો છે તેથી તેમને ખભે પણ પૂજય છે આમ વિચારવું, અને પોતે પણ જેમ બને તેમ અભિમાનની વૃત્તિ ઓછી કરી પિતાના સંબંધમાં આવતા મનુષ્યો સાથે સમભાવ રાખી વર્તવાનો નિશ્ચય કરવો. (૫) શિખા. આત્માના સંપૂર્ણ ઉત્કૃષ્ટ ગુણો ખીલવી ભગવાન ઉચ્ચસ્થાન પ્રાપ્ત કરવાને સમર્થ થયા છે માટે શરીરની ઉચ્ચ સ્થાનરૂપ શિખા પણ પૂજ્ય છે આવો વિચાર કરવાને છે. (૬) કપાળમાં તિલક. ભગવાન ત્રિભુવનને વંદનીય છે તેમના ઉત્કૃષ્ટ ગુણને લીધે, તેમજ કરૂણાભય સ્વભાવને લીધે સકળ જગતના શિરોમણી રૂપ તેમજ તિલક સમાન છે માટે તેમના
પાલમાં તિલક કરવું જોઈએ. (૭) કંઠ. વર્ણના ઉચ્ચારના આઠ સ્થાન છે તેમાં કંઠસ્થાન મુખ્ય છે. ભગવાને કંઠ મુખ નાસિકાઠારા વને (અરેનો) ઉચ્ચાર કરી ધર્મતને લોકોને ઉપદેશ કર્યો હતો અને હજારો જણને પ્રતિબોધ્યા હતા માટે તે કંઠ પણ પૂજ્ય છે. આ વિચાર કરી કંઠે તિલક કરવું. (૮) હૃદય, રાગ અને દેવરૂપ બે શત્રુઓને ઉપશમવડે નાશ કરવાથી જેઓનું હૃદય નિર્મળ તેમજ શુદ્ધ થયું છે માટે તે હૃદય પણ પૂજ્ય છે એમ વિચારવાનું છે. (૮) નાભિ નાભિ આગળ જેમ ત્રીવલી છે (ત્રણ લીટીઓ છે) તેમ ભગવાને જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રય મેળવ્યાં છે માટે નાભિ પણ વંદનીય છે આ વિચાર કરવાનો છે. આવી આવી ભાવનાઓ ભાવતાં તેવા ગુણે મેળવવાની આપણા હૃદયમાં અભિલાષા ઉત્પન્ન થાય છે. ઉપર જણાવેલા ઉચ્ચ આ સિવાય પણ એક અતિ ઉત્તમ અને ગૂઢ હેતુ પ્રતિમા પૂજનમાં રહેલું છે. જે પ્રતિમાની પ્રતિકા યેય પુરૂષોથી, તેમજ શુદ્ધ મંત્રોચાર સહિત, કરવામાં આવી હોય તે તે ક્રિયાથી પ્રતિમામાં તે દેવનું ચેતન્ય આહન થાય છે. તેમજ વળી શુદ્ધ ભકતની અંતઃકરણની ભકિતથી તે પ્રતિમા શુભવિચારે અને ઉચ્ચ લાગણુઓનું કેન્દ્રસ્થાન બને છે અને તેથી કરીને દેરાસરમાં પેસતાં વારજ દુષ્ટજનના મનમાં પણું ઉચ્ચ વિચારોને સ્થાન મળે છે તે શુદ્ધ ભક્તની તે વાતજ શી? શુદ્ધ ભક્ત તે ભક્તિરસમાં લીન થઈ જાય છે કારણ કે પ્રતિમામાંથી શુભ પ્રેરણુઓશુભવિચારોનો પ્રવાહ નિરંતર વહ્યા કરે છે અને તેથી જે મનુષ્યો તેના સંબંધમાં આવે છે તેમનામાં ઉચ્ચ વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. આ હેતુથી જ ધર્મશામાં દેરાશરને પવિત્ર રાખવાને તેમજ તેમાં, જગત સંબંધી અથવા બીજા કોઈ મલીન વિચારોને નિધિ કરી પેસવાને ફરમાવ્યું છે કારણ કે શુભ વિચારના વાતાવરણને મલીન વિચારો મલીન કરે છે માટે નિરંતર સ્નાન કરી મનને શાંત કરી, પવિત્ર વિચારોથી અને દેરાસરમાં ઈષ્ટદેવની પૂજા કરવાથી મળતો લાભ અવર્ણનીય છે. પવિત્ર તીર્થોએ જવામાં પણ ઉપર જણાવેલ ઉત્તમ હેતુ હોય એમ મને તે લાગે છે કારણ કે તીથ મહાન પુરૂષોના ચરણરજથી, તેમના શુભવિચારોથી પવિત્ર થયેલાં હોય છે, કારણ કે શુભ વિચારોના તે વિચારે અતિ તીવ્ર હોવાથી પરમાણુઓ ઘણું કાળ સુધી રહે છે તેમજ શુદ્ધ ભક્તની ઉત્તમ ભક્તિથી તેઓને બળ મળે છે અને તેથી તેવા તીર્થ જનાર પુના મનમાં ત્યાં આગળ તેવા શુભ વિચારોના પરમાણુઓને લીધે શુભ વિચારે ઉત્પન્ન થાય છે. ઉપર જણાવેલા તેમજ બીજા પણ આશા હશે માટે દરેક આત્મહિતાથી પુરૂ શુદ્ધ મન સહિત પ્રતિમા પૂજન કરવું જોઈએ અને ભગવાનના ગુણોનું ચિંતન તથા મનન કરી તે મેળવવા પ્રયત્ન કરવો, અને આત્મામાં રહેલા ગુપ્ત શક્તિઓ ખીલવવી.
A[ AY,