Book Title: Buddhiprabha 1913 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
સિદ્ધ કર્મ થાયે સવથી, નહિ બાહ્ય સાધનથી ખરે.
૧૫9
" सिद्ध कर्म थाये सत्त्वथी, नहि बाह्य साधनधी खरे ?
( લેખક–ડી. જી. શાહ, માણેકપુરવાળા મુ. અવચળગઢ. આબુ. )
-હરિગીતઈદ–
છે ઇદ્રવરણું આ સમે, રૂપે રૂડું રળિયામણું, લેવા ઘણું લલચાય છે, મન મોહથી માનવ તણું; સાંદ દેખી સ્વાદ લેતાં, મુખ કડવું તે કરે, સિદ્ધ કર્મ થાયે સત્વથી, નહિ બાહ્ય સાધનથી ખરે.
( ૨ ) હેટાં સુભાષણ ખંતથી, જનમંડળે કરતે ફરે, કે લેખ મહાન ભલે લખી, પત્રો મહિં છાપ્યા કરે; તેથી ફળે કહો કાર્ય શું? મન મેલ જે નવ દૂર હરે, સિદ્ધ કર્મ થાયે સવથી, નહિ બાહ્ય સાધનથી ખરે.
તીર્થે કર્યું કે ત્રત કર્યું, કે “ રામ રામ ” મૂખે ભજે, કે ધ્યાન બગ પેઠે ધર્યો, બહુ બાહ્ય આડંબર સજે; કદિ કાર્ય સિદ્ધ થતું નથી, જન માથું ફૂટી જે મરે, સિદ્ધ કર્મ થાયે સત્ત્વથી, નહિ બાહ્ય સાધનથી ખરે.
ભગવાં ધરીને ભટકતા જે, સાધુજનના વેવમાં, રામા રાખી તે ફરે, ધન ધુતવા આ દેશમાં શુભ જ્ઞાનને શુભ વૃત્તિ વિણ, કલ્યાણ કેનું શું કરે, સિદ્ધ ધર્મ થાયે સર્વથી, નહિ બાહ્ય સાધનથી ખરે.
સંગ્રામમાં જાવા ભલે, શસ્ત્ર બહુ અંગે ધરે, મોટો કદાવર અશ્વ લઈ, સંભાળથી સ્વારી કરે; નિર્વિર્ય પણ જે તે હશે તેનું કાર્ય ત્યાં જઈ શું કરે, સિદ્ધ કર્મ થાયે સર્વથી, નહિ બાહ્ય સાધનથી ખરે.
બગલે સરિતા તીર બેસે. તાપસ તુલ્ય તે બની, હાલે નહિ ચાલે નહિ બ, સ્થિરતા તે નીચની;

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36