Book Title: Buddhiprabha 1913 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ પૂજા, ૧૫૫ તેમની ભક્તિ કરવી. ચિત્તથી તેમનું ધ્યાન કરવું, વચનથી તેમના ગુણનું સ્તવન કીર્તન કરવું, અને કાયાથી તેમની સ્થાપન કરેલી મૂર્તિની પૂજા કરવી, આ રીતે મન વચન અને કાયાથી અહિંતાની ભક્તિ કરવાની છે. અહીં કોઇ મનુષ્ય પ્રશ્ન કરે કે ધ્યાન કરવાથી ચિત્તની સ્થિરતા થાય. તેમના ગુણનું સ્તવન કરવાથી તે ગુણ મેળવવાની હૃદયમાં અભિલાષા થાય પણ મૂર્તિ પૂજાથી શું લાભ છે? મૃાતની શી જરૂર છે? આ પ્રશ્ન ઘણે અગત્યનું છે, અને તેને આપણે શાંત મને વિચાર કરીશું. (૧) પ્રથમ મનની સ્થિરતા આ તો એક સાધારણ નિયમ છે કે જ્યારે આપણી દષ્ટિ આગળ કાંઇ વસ્તુ હોય તે તેના પર દષ્ટિ ચટાડવી તે સુગમ થઈ પડે છે અને જે વસ્તુ તરફ દષ્ટિ જાય છે તે તરફ મન પણ દેરાય છે. આમ તેમ ભટકતા મનને સ્થિર કરવાને મૂર્તિ ખરેખર સાધન રૂપ થઇ પડે છે. માટે જેના હૃદયમાં મહાન પુરૂષનાં ચરિત્ર વાંચી તેઓ તરફ ભક્તિભાવ ઉત્પન્ન થયો છે તેને વાસ્તે મૂર્તિ ખરેખર યોગ્ય સાધન થઈ પડશે કારણકે ભક્તિને લીધે તેનું મન તે ઇષ્ટદેવની મૂર્તિ સાથે એકમય થઈ જાય છે અને તેથી મનની એક ચિત્તતા અને સ્થિરતા સહેજમાં પ્રાપ્ત કરી શકાય છે. (૨) મૂર્તિારા ગુણેનું સ્મરણ જેમ આપણને આપણા ગત થયેલા અથવા પરદેશમાં વસતા મિત્ર સ્વજન આદિની છબી જતાં તેઓના ગુણનું સ્મરણ થાય છે તે જ પ્રમાણે ઇષ્ટદેવની મૂર્તિ જોતાંવારજ તેઓનું જીવન ચરિત્ર, તેઓનું શુદ્ધવર્તન અને તેઓના ઉત્કૃષ્ટ વને આપણા હૃદય આગળ ખડાં થાય છે, અને તેમની પ્રતિ તે ગુણોને લીધે અંતરંગ ભક્તિભાવ ઉત્પન્ન થાય છે પણ આવી પ્રીતિ વ્યક્તિ આપણામાં જાગૃત થાય તે માટે આપણું ઈષ્ટદેવના જીવનચરિત્રથી આપણે સંપૂર્ણ રીતે જાણતા થવું જોઇએ અને તે ચરિ ત્રની દરેક બીનાનું પળેપળ રટન તેમજ મનન કરવું જોઈએ. આ રીતે ઇષ્ટદેવના જીવનચરિત્રના સંપૂર્ણ જ્ઞાનથી તેમની મૂર્તિ જોતાં જ તે જ્ઞાન આપણી આંખ આગળ તરી આવશે, અને તેમના ઉમદા ગુણનું સ્મરણ થતાં તે ગુણો મેળવવાને હૃદયમાં તીવ્ર અભિલાષા થશે. (૩) મૂર્તિની આકૃતી દ્વારા વિવિધ ગુણનું ચિંતન અને ભગવાનની મૂર્તિના નવ અંગની પૂજા કરતાં કયા કયા ગુણોનું ચિંતન કરવું તેને આ વિભાગમાં આપણે વિચાર કરીશું. (૧) પ્રથમ ભગવાનના ચરણના અંગુઠાની પૂજા કરતાં ભગવાન વિજગતને વંદનીય છે અને તેમનું સઘળું શરીર પૂજ્ય છે. શરીરનું દરેક અંગ પૂજવા લાયક છે અને તેથી તેમના ચરણને અંગુઠો પણ પૂજવા યોગ્ય છે આવો વિચાર કરવો જોઈએ. (૨) જાનું અથવા ઢીંચણ જાનુના બળે ભગવાન્ કાઉસગ્ગ ( કાયોત્સર્ગ ) ધ્યાનમાં રહ્યા હતા અને સમાધિદ્વારા કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાને સમર્થ થયા હતા, તેમજ વળી તેના બળથી લેકને ધર્મને બોધ કરી સંસાર સાગરથી તરવાને દેશદેશ વિચરવાને સમર્થ થયા માટે તે જુનું પણ પૂજનીય છે આવો વિચાર કરવો. ( ૩ ) હસ્ત. પિતાના હસ્તવડે ભગવાને લોકોનું દુ:ખ ટાળવાને અખૂટ ધનનું દાન આપ્યું હતું માટે તે હાથ પણ પૂજ્ય છે. આ રીતે વિચારવું અને પોતે પણ તેમ કરવાને મનમાં સંકલ્પ કરે અને યથાશક્તિ યોગ્ય સમયે દાન આપવું. (૪) ખભો. માન એ માણસને ક શત્રુ છે. માનને લીધે મનુષ્ય પોતાની જાતને ઉચ્ચ ગણી બીજના ઉપર તિરસ્કારની વૃત્તિથી જુવે છે, અને બીજાઓને હલકા ગણી તેમના ઉપર દેશની નજરથી જુવે છે. આ માનની વૃત્તિ મનુષ્ય

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36