Book Title: Buddhiprabha 1913 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ “માં કેવી રીતે મળે?” ૧૫૩ વર્તન ઉત્તમ કરવા માટે–આરંભ વિચારોથી કરો. મનમાંથી ખરાબ વિચારે કાઢી નાંખીને ઉત્તમ વિચારેજ મનમાં લાવવા, તેથી સર્વ સિદ્ધ થશે, વિચારોની છાયા આરોગ્ય અને આચારપર ઘણી જ ગાઢ પડે છે. માણસોના ચહેરા પરથી જ તે ઉત્તમ કે અધમ, સજજન કે દુર શાંત કે કેપી-બળવેલ કે આનંદ છે તે ઝટ જણાઈ આવે છે. એ શું બતાવે છે? માણસને ચહેરો એ માણસના વર્તનની આરસી છે. “સુંદરતા સુંદર ચીને જ જન્મ આપે છે” એ વાક્યાનુસાર સુંદર દેખાવું તે સુંદર વર્તન અને સુંદર વિચારોનું જ ફળ છે એ નિઃશંસય વાર્તા છે. રાગ ભય, લોભ, આળસ્ય, અહંકાર અને સ્વાર્થપરાયણતાથી સાંદર્યને નાશ થાય છે. એકલપેટાપણા સર સયંને નાશ કરનાર બીજે દુબન નથી. વિષય વિકારની વૃદ્ધિ અને ક્રોધનો આવિર્ભાવ એ સુંદરતાને સળગાવી દેવાના જ સાધન છે. પુના સુંદર ને તંદુરસ્ત પુરૂષોના ચહેરા સ્મરે. બ્રહ્મચર્ય અને ઉત્તમ આચારની જીવતી જાગતી છો! તમે તેમના ચહેરા પર પ્રગટ જેશે. બ્રહ્મચર્ય શિવાય સુંદરતા ક્યાંથી મળે ! દુર્ગણો ધીમે ધીમે શરીર પર પોતાને અધિકાર જમાવે છે. તે સંદર્યને નાશ કરે છે. બાલ્યાવસ્થાનું સંદર્ય યુવાવસ્થામાં ચાલી જવાના કારણે દુગુણ શીવાય બીજું કંઈ જ નથી. આ દુર્ગુણોથી મનુષ્ય અલિપ્ત રહે, અને મનમાં ઉત્તમ વિચારોની શ્રેણિઓને સ્થાન આપે, તે ચહેરા પર દિવ્ય સૌંદર્ય ઝળકી ઉઠશેજ. અનેક કારણોથી સૌંદર્યને નાશ થઈ રોગને પ્રાદુર્ભાવ થાય છે. લોકો સાદો ખોરાક ખાવાનું મુકીને, રૂચી લાવવા માટે પકવાન તથા મશાલા આરોગે છે કસરત કરતા નથી, સ્વચ્છતા કુલક્ષ કરે છે, સ્વાસોશ્વાસ ક્રિયા તરફ બરાબર લક્ષ આપતા નથી, ભય-ચિંતા-- રાગ-ફોધ જેવા અતિ વિષમ શત્રુને મનમાં જગ્યા આપે છે, બરાબર ચાવ્યા સિવાય જેમ તેમ કોળીઆ ભરીને જમી લે છે, તેને પચાવવાને બે ઘડી વાયકલી કરવાને બદલે જમીને હાથ લુસતા લુસતા, કપડાં પહેરતા પહેરતા કામે વળગી જાય છે. કહે વાચકે ! શારીરિક સંદર્ય આમ મળે કે? અરેરે ! આમજ સંદર્યનો નાશ થાય છે અને વળી પીયર્સના સાબુથી સ્નાન કરાય, ઉત્તમ ટુવાલથી દીલ લુછાય, ઉત્તમ ધોતર ને કપડાંથી શરીર સુશોભિત કરાય, કામનીઆ ઓઈલ ને સેંટ લવેંડરથી વાળ ચકચકતા વાળા કરી હોળાય, સારા દાગીના પહેરાય ને બરાબર તૈયાર થવાય પણ માનસિક આનંદ ને સંદર્ય શિવાયને હેરો શું શોભે કે ? આજના સંદર્યને માટે ફાંફાં મારતા યુવાન વર્ગને સ્વારી તે સુચના એ છે કે-એ બધાં સેંદર્ય મેળવવાનાં હેકટ ફાંફાંજ છે. બાહ્ય સુંદરતા-આંતરિક સુંદરતા વાય તુચ્છ છે. પ્રથમ આંતરિક સુંદરતા પ્રાપ્ત કરે. સાદે પણ સાત્વિક યોગ્ય બરાક નિયમિતપણે બરાબર ચાવીને-પ્રસન્ન ચિત્તે આ રોગે, સ્વચ્છ–ખુલ્લી હવા ને વ્યાયામને પૂર્ણ ઉપયોગ કરો, સૂર્ય પ્રકાશનું અમૃત પીઓ, સ્વચ્છ પાણી ખુબ પીઓ, સદ્વિચારનું સેવન કરે, ઉત્તમ પુસ્તકોનું વાંચન રાખે, રાત્રે વહેલા સુઈ પ્રાત:કાળે વહેલા ઉઠે, પ્રકૃતી શાંત ને આનંદી રાખો, ચિત્તને ભટકવા ન દેતાં સ્થિર રાખે, જરૂર જેટલું જ મિષ્ટ બેલે, “ઉપાય કરતાં અટકાવ બહેત્તર” એ સૂત્ર પાળો, આ નિયમો દ્રઢ નિશ્ચયપુર્વક કરે, અને તેનું પાલન કરે, તે સંદર્ય પ્રાપ્ત કરવામાં તમને વિલંબ લાગશેજ નહિ અને આમ કરવાથી તમારું બાહ્ય અને આંતરિક બેઉ સાંદર્ય ઝળકી

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36