Book Title: Buddhiprabha 1913 08 SrNo 05 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ १४ બુદ્ધિપ્રભા. क्षमापना पत्रम्. To. M. M. D. (લેખક:-બુદ્ધિસાગર, ધર્મબંધુ, ધર્મલાભ-વિશેષ ક્ષમાપનાની વિધિએ સદાકાળ ક્ષમાપના હે. ક્ષમાપના એ હદયની અશુદ્ધતાનું પ્રક્ષાલન કરવા સ્વચ્છ વારિ સમાન છે. ક્ષમાપનાથી ક્ષમાને પવિત્ર આશય પ્રગટ થાય છે. ક્ષમાપના એ સકળ પાપ ધોવાને દિવ્ય ઉપાય છે. ધર્મબંધો ! ક્ષમાપનાને કરતા એવા ઘણા ભવ્યાત્માઓ સિદ્ધબુદ્ધ મુક્ત થયા. ક્ષમાપના એ દિવ્યષધિ છે. આત્માના ઉંડા જ્ઞાન પ્રદેશમાં ઉભેલા મહાત્માઓ ક્ષમાપનાનું વસ્તુતઃ વાસ્તવિક સ્વરૂપ અવબોધી શકે છે. ક્ષમાપનાના માર્ગ પ્રતિ ગમન કર્યા વિના શિવપુરની પ્રાપ્તિ થતી નથી. ક્ષમાપના એ મોક્ષનું બારણું છે. અનેક જીવો સાથે અનcભવ પરિભ્રમણ કરતાં જે જે ક્રોધાદિક સંબધે જે જે કર્મ ગ્રહણ કર્યો હોય તેને સંબંધ છેદવાને ક્ષમાપનાનું શરણું અંગીકાર કરવું જોઈએ. અન્તમાં ઉડે પશ્ચાત્તાપ થયાથી કર્મના કઠીન પત્થર માખણની પેઠે ઓગળી જાય છે. આપણું આંખે દેખ કરનારા, અપરાધ કરનારા, અશુભ કરનાર, અનેક જીવોની શરીરાકૃતિઓ દેખાય છે તે જીવો પ્રતિ ઉદાર દિલથી માફી આયાથી આ પણમાં ત્યાગ-ક્ષમા-અને ઉદારપણને ગુણું પ્રગટે છે. જેણે પોતાની સાથે પ્રતિકૂલ સંબંધ રાધે હોય અને પિતાની દષ્ટિથી પિતાને પ્રતિકૂલત્વ જણાયા બાદ તેની સાથે અપ્રીતિ બેદ આદિ થતા હોય તેવી વ્યક્તિ ઉપર પણ તેવી અપ્રતિ ખેદ ઉત્પન્ન થાય અને તેના ગુન્હા માટે તે વ્યક્તિને પણ ધ્યથી ઉદાર ભાવે માફી આપવામાં આવે અને શુદ્ધ પ્રેમ યાને મૈત્રીભાવથી વર્તવામાં આવે ત્યારે ક્ષમાપનાના દ્વાર આગળ જવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. ધર્મબંધે ! આપણી મનોવૃત્તિથી વિરૂદ્ધ વર્તનવાળાએ ઉપર પ્રાય: દેષ ઉત્પન્ન થાય છે અને વૈરને બદલે વૈર તરીકે સેવા આપણું મન ઉશ્કેરાય છે અને તેથી અનેક ઉપાયે પ્રતિકુળ વ્યક્તિનું અશુભ કરવા પ્રાપ્તિ થાય છે. આવા પ્રસંગે વેરને બદલે કરૂણા અને મિત્રીભાવનાથી વાળીને ક્ષમાપનાના ઉંડા પ્રદેશમાં ઉતરવાની જરૂર પડે છે. કોઈ પણ વ્યક્તિએ આપણા ઉપર વૈર ધાર્યું હોય અને તે આપણું જાણવામાં હોય તે આપણે અનઃકરણથી તેની ક્ષમાપના ઇછતી એ વીતરાગનો ઉપદેશ છે. સર્વ મનુષ્યજાત નિપજ હોય એવી કયાંથી આશા રાખી શકાય. મેટા મેટા મુનિવરે પણ કર્મના ઉદયે આગળના પગથીયાથી પાછળી પડે છે તે આપણે શો હિસાબ, ધૂસ્થષ્ટિજીવ ભૂલે છે અને આગળ પણ કારણ સામગ્રી પામી ચંદ્ર છે. આપણે દોષિના ઉપર પણ શુદ્ધપ્રેમ મૂળભૂત મંત્રી ભાવના ધારણ કરવી જોઈએ. આપણું ભૂલે જેમ કર્મના ઉદયથી થાય છે તેમ અને પણ કર્મના ઉદયથી ભૂલો કરી શકે માટે અન્યના દેને ન દેખતાં ગુણાનુરાગ દષ્ટિથી ગુણ દેખવા જોઈએ અને દેવીઓના દોષોથી દોષીઓ ઉપર પ પ્રગટતે હોય તો ઉદાર દીલથી તેઓની સાથે ક્ષમાપના કરવી જોઈએ. અન્યાના દોષથી અન્યો ઉપર ઠેર ધારણ કરવાથી કોઈ રીતે તે છોને તથા પિતાને ફાયદો થઈ શકતો નથી અને તેમજ અન્યાના દેશોમાં ચિત્ત રાખવા તે તે દેશે પોતાનામાં પ્રવેશ કરી શકે એવો સંભવ રહે છે કારણકે દોષો ઉપર ચિત્ત રહેતાં દોષની સાથે ચિત્તને દયાકાર સંબંધ થાય છે અને તેથી દષ્ટિ વધતી જાય છેPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36