Book Title: Bharat Dharm ane Andhara Rang Mahelno Raja Author(s): Publisher: Sastu Sahityavardhak Karyalay View full book textPage 4
________________ ધારતના મિજાજ આપણે ભારતવાસી છીએ અને આપણે ધર્મ તે ભારતધર્મ છે. આજે સંસારની જાતિઓ માનવધર્મ ભૂલી બેઠી છે અને એ ધર્મને દબાવી જાતિધર્મને માટે કરી કરે છે ને બીજી જાતિઓ સામે વિરોધ કરીને માનવહદયને પીડે છે. પણ પશ્ચિમને જાતિધર્મ અને આપણે જાતિધર્મ એ બેમાં સ્પષ્ટ ભેદ છે, એ ભૂલી જવું ચાલશે નહિ. પશ્ચિમને જાતિમ રાષ્ટ્રધર્મ ઉપર બેઠા છે; પૂર્વને જાતિધર્મ સમાજધર્મ ઉપર ગોઠવાયો છે. માટે જ ત્યાં રાષ્ટ્ર સંકટમાં આવી પડતાં જતિહદય કંપી ઉઠે છે, જ્યારે આપણે અહીં સમાજ ઉપર ઘા થતાં આપણું હૃદય ભાગી જાય છે, રાજા ગમે તે હેય, રાજ્ય ગમે તે ચલાવતા હોય તેની પરવા આપણે કરીએ નહિ અને કરી નથીઆપણે ઇતિહાસ રાજાઓની વંશાવળીમાં સમાતું નથી. સમુદ્રની સપાટી ઉપરનાં મોજાં ગમે એટલાં ઉછળે એની આપણે પરવા કરી નથી. પણ એ મેજની નીચે રહેલા ગંભીર જળને કોઈ હલાવે–વલે ત્યારે આપણું હૃદય લેવાઈ જાય. આજે આપણે સમાજ પરદેશીએના વાંસથી લેવાય છે માટે જ આપણને આટલી વેદના છે, પણ આપણા ભારતધર્મ ન સમજતાં પશ્ચિમના રાષ્ટ્રધર્મનું અંધ અનુકરણ કરીશું, તે પરદેશીઓને હાથે આપણને જેટલું અનિષ્ટ થવાનો સંભવ છે, તેથી વધારે અનિષ્ટ આપણું પિતાના હાથે થવાનો સંભવ છે. આપણે ધર્મ પરદેશીએ ન સમજે તેથી તેએ જાણ્યે-અજાણ્યે આપણું હૃદય ઉપર આઘાત કરી આપણને વેદના કરે, પણ જો આપણે આપણા ધર્મને વિસારી પશ્ચિમ દિશાએ દેડીશું, તે આપણે પિતે આપણી જાતિને છિન્નભિન્ન કરી નાખીશું ને નાશ પામીશું. રવીન્દ્રનાથ ટાગોર માત્ર કવિકુલગુરુ નથી, સમર્થ દ્રષ્ટા પણ છે. એમણે ગંગાતટે અનેક તપસ્યા કરી આ ભાવનાઓ જોઈ છે, અનેક કાળપૂર્વે જોઈ છે. પુણપવિત્ર ગંગાના ગંભીર જળ ઉપર, વિશાળ આકાશ નીચે, સહસ્ત્રશ્મિ ભગવાન સૂર્યનારાયણના ઉદયાસ્તનાં દર્શને, રાત્રે હિમાંશુ ચંદ્રનાં કિરણના શીત સ્પર્શ, પ્રકૃતિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 504