Book Title: Bhaktimarg ni Aradhana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 10
________________ કારણ કે આપણે જોયું તેમ આ પ્રક્રિયામાં માત્ર પ્રેમની દિશાને બદલવાના પુરુષાર્થ સિવાય કોઈ અન્ય કઠિન પરિશ્રમ કરે પડતે નથી. બીજા સાધને કરતાં ભક્તિ (માર્ગ)માં સુલભતા છે. તેથી જ સંતાએ કહ્યું : (ચે પાઈ) ભગતિ કરત બિનુ જતન પ્રયાસો | સંસ્કૃતિ મૂલ અવિદ્યા નાસા | અસિ હરિભગતિ સુગમ સુખદાઈ ક અસ મૂઢ ન જાહિ સહાઈ (૨) માન-અહંકારને નાશ: પરમાત્મા અને ગુરુની નિશ્રામાં કે આશ્રયમાં રહીને આત્મસાધના કરવાથી મનુષ્યભવમાં જે સૌથી મોટા શત્રુરૂપ છે એવા માન-અહંકાર વગેરે દોષને માથું ઊંચકવાને માટે જ મળતું નથી અને સ્વછંદ, અતિવાચાળપણું વગેરે દે પણ સહેલાઈથી વિલય પામે છે. શાસ્ત્રોક્ત વિધિથી ભાવપૂર્વક મંદિર જઈને ભગવાનને અષ્ટાંગ નમસ્કારાદિ કરવાથી તથા પૂજા, પાદસ્પર્શ, પાદપ્રક્ષાલન વગેરે કરવાથી સાધકમાં રહેલે અભિમાનને ભાવ તૂટતે જાય છે. પિતાની લઘુતા અને પ્રભુની પ્રભુતા સમજાતાં તેના હૃદયમાં પરમ પ્રેમને અને પવિત્રતાને સંચાર થાય છે અને દાસાનુદાસપણે રહીને તેની સાધના નિર્વેિનપણે આગળ વધે છે. કહ્યું છે માનાદિક શત્રુ મહા, નિજદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અ૫ પ્રયાસે જાય. * (૩) સર્વસુલભતા-બહુજનસાધ્યતા: ભક્તિમાર્ગની આરાધનાને પ્રારંભ કરવા માટે ઘણી યોગ્યતા ન હોય તે પણ ચાલે. સામાન્ય મનુષ્ય કે જે બહુ * શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર : ૧૮. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 196