Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 03 Author(s): Abhayshekharsuri Publisher: Divya Darshan Trust View full book textPage 3
________________ સકળસંઘહિતેષી, ૧૦૮ વર્ધમાનતાઓળીના આરાધક, હજારો યુવાનોના પ્રતિબોધક ગુરુદેવ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની જન્મશતાબ્દી પ્રસંગે તેઓશ્રીના અનંત ઉપકારોના ત્રણની સ્મૃતિમાં આ ગ્રન્થની શ્રુતરચના સકળ વિશ્વનું મંગળ કરો. પ્રકાશકીય શ્રી જૈન સંઘમાં લોકપ્રિય માસિક શાન્તિસૌરભમાં ચાલતી લેખમાળા-બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે....ના ર૭ થી ૪૧ લેખો ત્રીજા પુસ્તકરૂપે પ્રકાશિત કરતાં અને આનંદ અનુભવીએ છીએ. પૂ. આ. શ્રી વિજયપ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયના પૂ. આ. શ્રી વિજય અભયશેખરસૂરિ મહારાજ શાસ્ત્રોના ગહન પદાર્થોને પણ સરળ ભાષામાં રજુ કરીને લોકભોગ્ય બનાવવામાં કુશળ છે એ વાત શ્રીસંઘમાં પ્રસિદ્ધ છે. તેથી ઉપકારની બુદ્ધિથી તેઓએ કલમ ઉપાડીને શ્રાવક-શ્રાવિકાવર્ગને પણ સુંદર બોધ મળી રહે એવી લેખમાળાની શ્રીસંઘને ભેટ મળી. આ લેખમાળા પ્રત્યે જિજ્ઞાસુઓને સારું આકર્ષણ જાગ્યું છે ને તેથી અન્યોને પણ સારો બોધ મળી રહે એ માટે આ લેખોને પુસ્તકરૂપે પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. લેખક પૂજ્ય આચાર્ય ભગવંતના ચરણોમાં ભાવભરી વંદના સાથે આવા બોધપ્રદ પુસ્તકોની શ્રીસંઘને ભેટ ધર્યા કરે એવી નમ્ર વિનંતી. આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ લાભ પોતાના જ્ઞાનખાતામાંથી લેનાર મુલુંડ-ઝવેર રોડ સંઘની તપાગચ્છની શ્રાવિકાબેનોને હાર્દિક અભિનંદન સાથે અનુમોદના. પુસ્તકનું સુંદર મુદ્રણ કરનાર ભરત ગ્રાફિક્સના પૂરા સ્ટાફને ધન્યવાદ. | જિજ્ઞાસુઓને સ્વબોધને વિશદ કરવા માટે આ પુસ્તકનું અધ્યયન કરવાની વિનંતી સાથે.... દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વિ. શાહ Jainston International For Private & Personal Use Only WWW.jaineliા છે ||Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 162