________________
ઑસ્ટ્રેલિયા હતા. તેઓએ એશિયાના કિનારે કિનારે જેટલી શોધ કરી હતી તેટલી મહાસાગરની મધ્યમાં કરી નહોતી. પંદરમા-સોળમા સૈકામાં તેઓ હિન્દુસ્તાન તરફ આવવા વધુ ઉત્સુક હતા, કારણ કે હિન્દુસ્તાનની એક સમૃદ્ધ દેશ તરીકે ત્યારે ગણના થતી હતી. એ યુગમાં દરિયાખેડુઓ પાસેથી અહેવાલ મેળવીને ભૂગોળશાસ્ત્રીઓ દુનિયાના પોતે તૈયાર કરેલા નકશામાં નવા નવા પ્રદેશો ઉમેરતા જતા હતા. ત્યારે તેઓ એવા અનુમાન પર આવ્યા હતા કે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જમીનનો જે વિસ્તાર છે એને સમતોલ રાખવા માટે પેસિફિક મહાસાગરમાં કોઈ મોટો ભૂખંડ હોવો જોઈએ.
ઑસ્ટ્રેલિયાની શોધ કરનાર તરીકે કે ત્યાં પહોંચનાર તરીકે નહીં, પણ એ દિશામાં જનાર તરીકે યુરોપના પ્રવાસીઓમાં સૌ પ્રથમ માક પોલોને યાદ કરવામાં આવે છે. તેરમા સૈકામાં એ ઠેઠ ચીન સુધી જમીનમાર્ગે પહોંચ્યો હતો અને પાછા ફરતાં એણે પોતાની પ્રવાસપોથીમાં નોંધ્યું હતું કે, સુમાત્રાની દક્ષિણે આવેલા મહાસાગરમાં વિશાળ ટપુ હોવાની શક્યતા જણાય છે. પંદરમા સૈકા સુધીમાં સ્પેન અને પોર્ટુગલના શોધ-સકરીઓ દરિયાઈ માર્ગે એશિયાના કિનારે આગળ વધતા વધતા ઠેઠ ચીન સુધી પહોંચી ગયા હતા, પરંતુ તેઓ પૅસિફિક મહાસાગરની મધ્યમાં ઘૂમ્યા નહોતા. ત્યાર પછી ડચ સાહસિક પૅસિફિકમાં જાવા(ઈન્ડોનેશિયા)ના ટાપુઓ સુધી પહોંચ્યા અને એના ઉપર તેઓએ પોતાનું આધિપત્ય જમાવ્યું. ત્યાંથી પછી આગળ વધતાં, સોળમા સૈકાના અંત સુધીમાં તેઓએ ન્યૂ ગિની ટાપુ શોધી કાઢ્યો. પરંતુ ત્યારે તેઓને ખબર નહોતી કે એની દક્ષિણ દિશામાં થડ આઘે એક વિશાળ ટાપુ આવેલો છે.
સત્તરમા સૈકામાં વિલેમ જોન્સ નામનો એક ડચ સાહસિક જાવાથી નીકળ્યો હતો તો ન્યૂ ગિની જવા, પણ પહોંચી ગયો ઑસ્ટ્રેલિયાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org