Book Title: Australia Parichaya Pustika
Author(s): Ramanlal C Shah
Publisher: Parichay Trust Mumbai

Previous | Next

Page 21
________________ ઓસ્ટ્રેલિયા ૧૯ બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મનીના પક્ષે રહી જાપાને બ્રિટિશ સંસ્થાનો ઉપર આક્રમણ કર્યા તે વખતે તેની મુરાદ ઑસ્ટ્રેલિયાને પણ કબજે કરવાની હતી. ૧૯૪૨માં જાપાને ડાર્વિન અને કેથેરીન શહેર પર હવાઈ હુમલા કર્યા હતા, કેટલીક સ્ટીમરો ડુબાડી હતી અને સિડની બંદરમાં સબમરીન દાખલ કરી હતી. તે વખતે અમેરિકા ઑસ્ટ્રેલિયાની મદદ આવ્યું હતું અને તેને જાપાનીઓના હાથમાં જતાં બચાવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધમાં અંતે જાપાનનો પરાજય થયો હતો. તે વખતે ઑસ્ટ્રેલિયા અમેરિકાના અહેસાન હેઠળ આવ્યું હતું. એટલે જ બીજા વિશ્વયુદ્ધ પછી તરત અમેરિકા જ્યારે વિયેટનામની લડાઈમાં અને કોરિયાની લડાઈમાં સંડોવાયું હતું ત્યારે ઑસ્ટ્રેલિયાએ પોતાના સૈનિકો આપીને અમેરિકાને સહાય કરી હતી. એટલું જ નહીં, અમેરિકાની ભલામણથી ઑસ્ટ્રેલિયાએ વિયેટનામના નિરાશ્રિતોને પોતાને ત્યાં વસાવ્યા હતા. આમ, ઑસ્ટ્રેલિયા અમેરિકા તરફ ઢળતું રહ્યું છે. અર્થતંત્ર સિડનીમાં જે એક લાખથી વધુ ગુનેગારોને વસાવવામાં આવ્યા ત્યારે તેઓને આરંભનાં વર્ષોમાં આર્થિક દૃષ્ટિએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનું ઘણું કપરું લાગ્યું. એક દાયકા કરતાં વધુ સમય ભારે હાડમારીનો પસાર થયો. પણ ત્યાર પછી ધીમે ધીમે આર્થિક સ્થિતિ સુધરતી ગઈ. બ્રિટન તરફથી થોડો થોડો પુરવઠો પણ મળતો રહ્યો હતો. સોનું નીકળ્યા પછી સ્થિતિ વધુ સુધરવા લાગી. તદુપરાંત કોલસો અને લોખંડ નીકળ્યાં. બીજી બાજુ ઘેટાના ઊનની આવક થવા લાગી. વસતિ ઓછી અને પ્રદેશ વિશાળ હોવાને લીધે કુદરતી સંપત્તિની કોઈ ખોટ નહોતી. ઓસ્ટ્રેલિયાની આર્થિક સ્થિતિ એમ ઉત્તરોત્તર સુધરતી ગઈ અને બીજા વિશ્વયુદ્ધ પછી તો ત્યાં જાપાન, અમેરિકા વગેરે દેશોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36