Book Title: Australia Parichaya Pustika Author(s): Ramanlal C Shah Publisher: Parichay Trust MumbaiPage 23
________________ ૨૧ ઑસ્ટ્રેલિયા છે. આમ છતાં ઑસ્ટ્રેલિયાના યુવાનો વિવિધ પ્રવૃત્તિઓના શોખીન હોવાથી અને બાલ્યકાળથી જ ખાધેપીધે બહુ સુખી તથા લહેરી સ્વભાવના હોવાથી જેમાં ભણવાનાં વર્ષ વધારે લાગે એવા અભ્યાસક્રમો, ખાસ કરીને દાક્તરી, ઇજનેરી જેવા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો, ઓછા પસંદ કરે છે. આ સ્થિતિમાં પણ વખતોવખત ફેરફાર થતા રહે છે. ઘર, તરણહોજ વગેરે વિશાળ દેશ, ઘણી જ ઓછી વસતિ, સારી કુદરતી ખનીજસંપત્તિ, ઊન વગેરેના નિકાસની ખાસ્સી મોટી આવક, વગેરેને કારણે ઑસ્ટ્રેલિયાના લોકોની સમૃદ્ધિ બહુ જ સારી રહી છે. જગ્યાની અછત જરા પણ ન હોવાને કારણે અને વસવાટને બે સૈકા જેટલો જ સમય થયો હોવાને લીધે ત્યાં કચાંય ગીચ વસતિ નથી, તો પછી ઝૂંપડપટ્ટીની તો વાત જ ચાંથી હોય ? લોકોને રહેવા માટે ઘણું ખરું બેઠા ઘાટનાં સ્વતંત્ર ઘર હોય છે. એંસી ટકા જેટલા લોકોને પોતાની માલિકીનાં ઘર છે. એ ઘરોમાં વિશાળ ખંડો, બહાર ચોગાન, બગીચો, મોટરકાર માટે તથા યાંત્રિક હોડી (yacht) માટે ગેરેજ, પાછળ વાડો અને તરણહોજ (સ્વીમિંગ પુલ) એમ વિવિધ પ્રકારની સગવડો હોય છે. ઑસ્ટ્રેલિયાના લોકો તરવાના શોખીન હોય છે. જેને તરતાં ન આવડે તે ઑસ્ટ્રેલિયન નહીં. ઇંગ્લૅન્ડના અને યુરોપના ઠંડા પ્રદેશમાંથી આવેલા ગોરા લોકોને પૂર્વના આ ગરમ કહી શકાય એવા પ્રદેશમાં વસવાટ કરવાનું બન્યું એટલે ઠંડક મેળવવા પાણીની સાથે એમની દોસ્તી થઈ ગઈ. ત્યાંના દરેક શહેરમાં જાહેર મોટા તરણહોજ ઉપરાંત એકંદરે સિત્તેર ટકાથી વધુ લોકો પાસે પોતાના ઘરના વાડામાં જ પોતાની અંગત માલિકીના તરણહોજ છે. ઑસ્ટ્રેલિયાનું ામાન બારે માસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36