Book Title: Australia Parichaya Pustika
Author(s): Ramanlal C Shah
Publisher: Parichay Trust Mumbai

Previous | Next

Page 31
________________ ઓસ્ટ્રેલિયા ૨૯ છે. હાથમાં લઈને રમાડવું ગમે એવું એ પ્રાણી છે. બાળકોને પણ તે બહુ વહાલું લાગે છે. રમકડાંના કોઆલા હવે ઑસ્ટ્રેલિયા ઉપરાંત અન્ય દેશોમાં પણ મળે છે. પ્લેટિપસ એ ફકત ઑસ્ટ્રેલિયામાં જ જોવા મળતું, લગભગ બે ફૂટ લાંબું એક અનોખી જાતનું પ્રાણી છે. તે પ્રાગૈતિહાસિક કાળનું મનાય છે. તેની ગણના જળચર પક્ષીમાં અને પ્રાણીમાં, એમ બંનેમાં થઈ શકે છે. બતકની ચાંચ જેવું પહોળું મોઢું, પાણીમાં તરવું અને લીલી દ્રાક્ષ જેવડાં ઇંડાં મૂકવાં એ એની પક્ષી જેવી ખાસિયત બતાવે છે. બીજી બાજુ નહોરવાળા ચાર પગ, તપખીરી રંગનો રુવાંટીવાળો દેહ, પૂંછડી અને બચ્ચાંને ધવરાવીને ઉછેરવાની ખાસિયતને લીધે તેની ગણના પ્રાણીમાં થાય છે. આમ, પ્લેટિપસ મિશ્ર લક્ષણવાળું છે. સસ્તન પ્રાણીઓ ઇંડાં મૂકતાં નથી અને ઈંડાં મૂકનારાં પ્રાણીઓ ધવરાવતાં નથી, પ્લેટિપસ જ એક એવું પ્રાણી છે કે જે ઈંડાં મૂકે છે અને બચ્ચાંને ધવરાવે છે. પાણીના કાંઠે દર કરીને રહેનારું તે બહુ ખાઉધરું પ્રાણી છે અને ગલોફામાં પણ ખોરાક ભરી રાખે છે. ઑસ્ટ્રેલિયાનાં પક્ષીઓમાં લાક્ષણિક તે રાષ્ટ્રીય પક્ષી એમુ છે. તે શાહમૃગ જેવું ઊંચું છે. બીજાં પક્ષીઓમાં ચાર ફૂટ જેટલા ઊંચા મરઘા છે. એને કેસોવરી કહે છે. હસવા જેવો ગુડગુડ અવાજ કરતાં ફૂકાબુરા પક્ષીની જુદી જુદી જાતો ત્યાં છે. મેલ્બર્ન પાસે ફિલિપ ટાપુના સમુદ્રતટ પર પેગવિન પક્ષીઓ આવે છે. કબૂતર, પોપટ વગેરે જાતનાં સામાન્ય પક્ષીઓ ત્યાં પણ જોવા મળે છે. ૬૦૦ કરતાં વધારે જાતનાં પક્ષીઓ ઑસ્ટ્રેલિયામાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36