Book Title: Australia Parichaya Pustika
Author(s): Ramanlal C Shah
Publisher: Parichay Trust Mumbai

Previous | Next

Page 32
________________ હe પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ ઘેટાં ઑસ્ટ્રેલિયામાં પાળેલાં પશુઓમાં ઘેટાને અવશ્ય યાદ કરવાં જોઈએ. એક રીતે જોઈએ તો ઑસ્ટ્રેલિયા એટલે ઘેટાનો દેશ. મનુષ્યો અને પશુપક્ષીઓ એ તમામમાં સૌથી વધુ વસતિ જો કોઈની ત્યાં હોય તો તે ઘેટાંઓની છે. સમગ્ર દુનિયાના પાંચમા ભાગનાં ઘેટાં ફકત ઓસ્ટ્રેલિયામાં છે. ત્યાં માણસની વસતિ બે કરોડ કરતાં ઓછી છે, પરંતુ ઘેટાંની વસતિ પંદર કરોડની છે. દુનિયામાં શ્રેષ્ઠ ગણાતા મેરિનો' પ્રકારના ઉનનું અડધું ઉત્પાદન એકલા ઓસ્ટ્રેલિયામાં થાય છે. આ ઉત્પાદનમાંથી પોતાના વપરાશ માટે દસેક ટકા ઊન રાખી બાકીના નેવું ટકા ઊનની ઑસ્ટ્રેલિયા નિકાસ કરે છે. દુનિયાના ઘણા દેશો ઑસ્ટ્રેલિયાનું કીમતી ઊન ખરીદે છે. ઊન ઉપરાંત ઘેટાંના માંસની નિકાસ પણ તે કરે છે. આમ ત્યાંના અર્થતંત્રમાં ઘેટું કેન્દ્રસ્થાને છે. ઘેટાં ન હોય તો એનું અર્થતંત્ર ખોરવાઈ જાય. ઓસ્ટ્રેલિયામાં કિનારાના પ્રદેશોમાં સરેરાશ સારો વરસાદ પડતો હોવાથી ઘેટાંના ચરાણ માટે ઘાસની સારી છત રહે છે. એ ઘાસની સારી ગુણવત્તા અને ઘેટાંના ઉછેર માટે સારી આબોહવા હોવાથી શ્રેષ્ઠતમ પ્રકારનું ઊન ઘેટાંઓ આપે છે. ઘેટાંના વ્યવસાયનો વિકાસ ઑસ્ટ્રેલિયામાં કેવી રીતે થયો એનો ઈતિહાસ રસિક છે. સત્તરમા અને અઢારમા સૈકામાં વહાણવટીઓ યુરોપથી નીકળી આઠદસ મહિને જાવા, ઑસ્ટ્રેલિયા સુધી પહોંચતા ત્યારે તેઓ પોતાના આહાર માટે સાથે ઘેટાં પણ લેતા આવના. આર્થર ફિલિપ જ્યારે ઈ. સ. ૧૭૮૮માં ઓસ્ટ્રેલિયા પહોંચ્યો ત્યારે એણે બાકીનાં ઘેટાને મારી નાખવાને બદલે ઉછેર્યા. સારી આબોહવા અને સારું ઘાસ મળતાં એ ષ્ટપુષ્ટ ઘેટાંઓએ જે ઊન આપ્યું તે ઉત્તમ કોટિનું હતું. આ જોઈને ન્યૂ સાઉથ વેલ્સના એક લશ્કરી અફસર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36