Book Title: Australia Parichaya Pustika Author(s): Ramanlal C Shah Publisher: Parichay Trust MumbaiPage 33
________________ ૩૧ ઓસ્ટ્રેલિયા લેફ્ટનન્ટ બેંકઆર્થર બ્રિટિશ સરકાર આગળ યોજના રજૂ કરી કે જે ઇંગ્લેન્ડ પોતાને સારામાં સારાં થોડાં ઘેટાં મોકલી આપે અને ચરાણ માટે મફત જમીન આપે તો પોતે ઘેટાંના ઉછેરનો વ્યવસાય કરવા ઈચ્છે છે. એની યોજના મંજૂર થઈ અને ઈ. સ. ૧૭૯૭માં ચૌદ ઉત્તમ પ્રકારનાં મેરિનો ઘેટાં ઓસ્ટ્રેલિયા આવી પહોંચ્યાં. મેંકઆર્થરે એના પોષણ-સંવર્ધનની જવાબદારી ઉપાડી લીધી. પહેલે વર્ષે ઘટાદીઠ એક કિલો ઊન ઊતર્યું. પછીથી તે ઉત્તરોત્તર એ વધતું ગયું. ઊનનો વ્યવસાય ધમધોકાર ચાલવા લાગ્યો. પ્રયોગો થવા લાગ્યા. એક સૈકા પછી તો આંસ્ટ્રેલિયાનાં ઘેટાં પંદર કિલો સુધી ઊન આપવા લાગ્યાં. ઘેટાંઓની સંખ્યા પણ ઉત્તરોત્તર વધતી ગઈ. બે સૈકાને અંતે તો ચૌદ ઘેટાંમાંથી પંદર કરોડ ઘેટાં થઈ ગયાં. ઘેટાંઓએ ઑસ્ટ્રેલિયાને ન્યાલ કરી દીધું. ઓપલ ઓપલ એ ઓસ્ટ્રેલિયાનું કીમતી રત્ન છે. ત્યાંની ઝવેરાતની દરેક દુકાનમાં જાત જાતનાં ઓપલ મળે અને ઓપલ મઢેલા દાગીના મળે. પલ એટલે કીમતી રેતાળ પથ્થર. ઑસ્ટ્રેલિયામાં જમીનમાં બસો ત્રણસો ફૂટ ઊડખોદીને ખડકાળ પથ્થરો કાઢવામાં આવે છે. ઓપલની આવી ખાણો ઑસ્ટ્રેલિયામાં ઘણી છે. ઑસ્ટ્રેલિયામાંથી જેટલાં ઓપલ મળે છે તેટલાં બીજા કોઈ દેશમાંથી મળતાં નથી. ખાણમાંથી નીકળેલા આ પથ્થરોને ઘસીને, વર્તુળાકાર કે અર્ધવર્તુળાકાર ઘાટ આપીને ચમકતા કરવામાં આવે તો એમાંથી વિવિધ રંગો ચમકારા મારે છે. ઓપલ હોરા જેટલું કીમતી રત્ન નથી, કારણ કે ઊંચેથી પડતાં તે બટકી જવાનો સંભવ રહે છે. ઓપલ પર હીરાની જેમ પહેલ પાડી શકાતા નથી. એટલું જ નહીં, તીણ વસ્તુ સાથે જો તે ઘસાય તો એ બગડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 31 32 33 34 35 36