Book Title: Australia Parichaya Pustika
Author(s): Ramanlal C Shah
Publisher: Parichay Trust Mumbai

Previous | Next

Page 27
________________ ઑસ્ટ્રેલિયા ૨૫ જંગલો નિહાળવા માટે રોપ-વે અથવા સ્કાયરેઇલની અદ્યતન સુવિધા કરવામાં આવી હોવાથી તથા નજીકમાં આવેલા ડગલાસ બંદરેથી બોટમાં બેત્રણ કલાકના અંતરે સમુદ્રના સ્વચ્છ છીછરા પાણીમાં બેરિયર રીફ-પરવાળાના ખડકો અને માછલીઓ જોવા માટે વ્યવસ્થા થયેલી હોવાથી આ વિસ્તારમાં સહેલાણીઓનો ધસારો વધી ગયો છે. ઑસ્ટ્રેલિયા અત્યંત વિશાળ દેશ હોવાથી અમેરિકા, રશિયા કે ચીનની જેમ ત્યાં પણ પૂર્વ, મધ્ય અને પશ્ચિમ એમ ત્રણ વિભાગમાં ત્રણ જુદા જુદા સમય હોય છે અને એ સમયમાં પણ શિયાળા અને ઉનાળા પ્રમાણે ફેરફાર થાય છે. દાખલા તરીકે જે વખતે પર્થમાં બપોરના બાર વાગ્યા હોય બરાબર એ જ સમયે એડિલેઈડમાં બપોરના બે વાગ્યા હોય અને સિડનીમાં અઢી વાગ્યા હોય. ભારત કરતાં ઓસ્ટ્રેલિયાનો સમય સાડા ચાર કલાક આગળ છે. ભારતમાં સવારના પાંચ વાગ્યા હોય ત્યારે ઑસ્ટ્રેલિયામાં સવારના સાડા નવ વાગ્યા હોય. ઑસ્ટ્રેલિયાનાં બીજાં શહેરોનો વિકાસ કુદરતી રીતે થયેલો છે, પરંતુ એના પાટનગર કેનબેરનું તો નવેસરથી નિર્માણ થયું છે. બ્રિટિશ શાસનકાળ દરમિયાન જ રાજધાની માટે અલગ શહેર બનાવવાની યોજના શરૂ થઈ ગઈ હતી. એ માટે ન્યૂ સાઉથ વેલ્સના રાજ્યમાંથી જ યોગ્ય પ્રકારની વિશાળ જમીન ફાળવવામાં આવી હતી. આ શહેરનો કેવો નકશો હોવો જોઈએ એ માટે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા રાખવામાં આવી હતી અને અમેરિકાના સ્થાપત્યવિદ્ બલિ ગ્રિફિનનો નકશો પસંદ કરવામાં આવ્યો હતો. પ્રિકિને પોતાના નકશામાં શહેરના મધ્ય ભાગમાં સરખું ખોદાણ કરીને એક વિશાળ સરોવર કરવાની અને એમાં વચ્ચે ૧૪૦ ફૂટ ઊંચો કુવારે કરવાની યોજના કરી હતી કે જેથી શહેરની શોભા વધે અને હવામાનમાં શીતળતા પ્રસરી રહે. આ નકશા પ્રમાણે શહેર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36