Book Title: Australia Parichaya Pustika Author(s): Ramanlal C Shah Publisher: Parichay Trust MumbaiPage 26
________________ ૨૪ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ o દેશોમાં ક્રિકેટની લોકપ્રિયતા ઘટી નથી વિશ્વ ઑ યનોને ક્રિકેટ રોવાનો ફાવટ વિશેષ છે. ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ જન મતથી ક્રિકેટ રમવામાં પંકાયેલા છે. ક્રિકેટની વિવિધ હરીફાઈઓમાં તેઓએ જાત જાતની સિદ્ધિઓ દાખવી છે. આર્મસ્ટ્રૉન્ગ, બ્રેડમેન, બિલ હન્ટ વગેરેનાં નામો સુપ્રસિદ્ધ છે. ઑસ્ટ્રેલિયામાં ૧૯૫૬માં મેલ્બર્નમાં ઑલિમ્પિક રમતોત્સવ યોજાયો હતો અને હવે ૨૦૦૦માં તે સિડનીમાં યોજાનાર છે. શહેરો અને પાટનગર ઐતિહાસિક દષ્ટિએ, વસતિની દૃષ્ટિએ, વિકાસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની દૃષ્ટિએ, નૈસર્ગિક સૌન્દર્યની દૃષ્ટિએ અને સમૃદ્ધિની દૃષ્ટિએ સિડની ઑસ્ટ્રેલિયાનું સૌથી મહત્ત્વનું શહેર છે. સિડનીની યુનિવર્સિટી, ન્યૂ સાઉથ વેલ્સ લાઇબ્રેરી, બોન્ડાઈ સમુદ્રતટ, તરોગા ઝૂ પાર્ક, ઑપેરા હાઉસ, સેંટર પૉઇન્ટ તથા પાસેના બ્લ્યૂ માઉન્ટન્સ વગેરે ઘણાં સરસ જોવા જેવાં સ્થળો ત્યાં છે. સિડનીની દુનિયાનાં રળિયામણાં શહેરોમાં ગણના થાય છે. વિકટોરિયા રાજ્યમાં આવેલું ઑસ્ટ્રેલિયાનું બીજું મુખ્ય શહેર મેલ્બર્ન એની યુનિવર્સિટી, નૅશનલ આર્ટ ગૅલરી, રિઆલ્ટો ટાવર્સ, બૉટનિકલ ગાર્ડન માટે તથા વેપારી મથક તરીકે જાણીતું છે. કેનબેરા પાટનગર તરીકે મહત્ત્વનું છે. આ ત્રણ શહેરો ઉપરાંત બ્રિસ્બેન, એડિલેઇડ, પર્થ, હોબાર્ટ, ડાર્વિન વગેરે શહેરોની દરેકની પોતાની કેટલીક વિશિષ્ટતાઓ છે. મધ્ય ઑસ્ટ્રેલિયાના રણપ્રદેશની બરાબર વચ્ચે એલિસ સ્પ્રિંગ નામનું મનોહર સ્થળ છે. ઉત્તરમાં વર્ષા-જંગલો(rain forests)ના પ્રદેશોમાં કેઇન્સ (cairns) વગેરે સ્થળે પર્યટક કેન્દ્રો વિકસતાં ત્યાં પણ વસતિ વધવા લાગી છે. કેઇન્સ પાસે સ્મિથફિલ્ડથી કુરાન્ડા સુધીના વિસ્તારમાં આવેલાં વર્ષો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36