Book Title: Australia Parichaya Pustika
Author(s): Ramanlal C Shah
Publisher: Parichay Trust Mumbai

Previous | Next

Page 24
________________ ૨ ૨ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ તરવા માટે અનુકૂળ હોય છે. ઑસ્ટ્રેલિયાનાં શહેરો પરથી પસાર થતાં વિમાનમાંથી નજર કરીએ તો નીલરંગી પાણીવાળા સેંકડો તરણહોજ નીચે દેખાય. તરણહોજમાં તરવા ઉપરાંત ઓસ્ટ્રેલિયન સમુદ્રમાં તરવાના પણ એટલા જ શોખીન છે. ઓસ્ટ્રેલિયાનો સમુદ્રકિનારો ઘણો વિશાળ છે અને એણે ઘણા સમુદ્રતટ (beach) વિકસાવ્યા છે. એની જાળવણી પણ સારી રીતે કરવામાં આવે છે. એની સ્વચ્છતા તરત આપણું ધ્યાન ખેચે છે. રોજ સવારથી સાંજ સુધી સેંકડો માણસોની અવરજવર હોવા છતાં ક્યાંય કાગળની ચબરખી જેટલો કચરો જોવા ન મળે. કેટલાક સમુદ્રતટ પર પગરખાં પહેરીને જવાની કે ત્યાં ખાવાપીવાની મનાઈ હોય છે. ઑસ્ટ્રેલિયનોને છીછરા પાણીવાળા તટમાં તરવાનું અને તડકો ખાવાનું બહુ ગમે છે. કેટલાક તો રજાના દિવસે સવારથી સાંજ સુધી ત્યાં જ પડ્યા રહે છે. એવા દિવસે જાણે ત્યાં મોટો મેળો જામ્યો હોય એવું લાગે. કેટલાક સમુદ્રતટ પર તરનારાઓનો અને તરંગસવારી (surfing) કરનારાઓનો એમ બે જુદા જુદા વિભાગ હોય છે. સમુદ્રના પાણીમાં જે જુદી જુદી રમતો થાય છે એમાં મોજાં ઉપર સવારીનો વિશિષ્ટ આનંદ હોય છે. પાંચછ ફૂટ લાંબું લાકડાનું પાટિયું હાથમાં લઈ પાણીમાં આધે જવાનું અને જ્યાં ઊંચું મોટું મોજું શરૂ થાય ત્યાં તરત એના પર પાટિયું ગોઠવી પાટિયા પર બેસી જવાનું અથવા આવડે તો એના પર ઊભા રહી જવાનું અને રમતોલપણું જાળવી મોજા સાથે ડોલતાં ડોલતાં કિનારા સુધી આવવાનું. જ્યાં બહુ મોટાં મોજાં દૂરથી આવતાં હોય ત્યાં આવી રમત રમાય છે અને સમતોલપણું જાળવવાનો જુદો જ રોમાંચ અનુભવાય છે. ઑસ્ટ્રેલિયન પાણીની વિવિધ રમતો ઉપરાંત જલવિહારના પણ એટલા જ રસિયા છે. જાતે હલેસાં મારી ચલાવવાની સાદી નાની હોડી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36