Book Title: Australia Parichaya Pustika Author(s): Ramanlal C Shah Publisher: Parichay Trust MumbaiPage 22
________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ સહયોગથી નવા નવા ઉદ્યોગો સ્થપાયા અને શહેરો વધુ સુદૃઢ બનતાં ગયાં. આ રીતે ગરીબી કે બેકારીના પ્રશ્નો ઑસ્ટ્રેલિયામાં ખાસ રહ્યા નહિ. લોકો એકંદરે સુખી અને સમૃદ્ધ જીવન જીવે છે. લોકોની સરેરાશ આવક સારી રહ્યા કરી છે અને આર્થિક વિકાસનો દર સંતોષકારક રહ્યો છે. ઑસ્ટ્રેલિયામાં સરકારી નાણાકીય વર્ષ પહેલી જુલાઈથી ૩૦મી જૂન સુધીનું ગણાય છે. ઑસ્ટ્રેલિયાએ બ્રિટિશ રાષ્ટ્રસમૂહનાં બીજાં કેટલાંક રાષ્ટ્રોની જેમ ૧૯૬૬ના ફેબ્રુઆરીથી તોલમાપમાં અને ચલણમાં દશાંશ પદ્ધતિ (Metric System) અપનાવી લીધી છે. માઈલને બદલે કિલોમિટર તથા પાઉન્ડને બદલે ડૉલર અને સેન્ટ, એમ દશાંશ પદ્ધતિમાં રૂપાંતર કરવામાં આવ્યું છે. ઑસ્ટ્રેલિયાએ પોતાના ચલણમાં પ્લાસ્ટિકની ચલણી નોટો દાખલ કરી છે, જેથી નકલી નોટો સરળતાથી થઈ ન શકે. કેળવણી કેળવણીની બાબતમાં ઑસ્ટ્રેલિયા હજુ સુધી બ્રિટિશ કેળવણીની પદ્ધતિને અનુસરતું રહ્યું છે. બ્રિટને પોતાનાં સંસ્થાનોમાં પોતાની કેળવણીની પદ્ધતિ દાખલ કરેલી હતી. ભારતમાં અગાઉ હતું તેમ પ્રાથમિક શાળાનાં ચાર ધોરણ અને પછી માધ્યમિક શાળાનાં સાત ધોરણ એમ અગિયાર વર્ષે વિદ્યાર્થી મૅટ્રિક થાય. ત્યાર પછી ચાર વર્ષનો અભ્યાસ કૉલેજમાં કરીને વિદ્યાર્થી સ્નાતક થાય. ઑસ્ટ્રેલિયાએ આ પદ્ધતિ જ અપનાવી છે, પરંતુ એમાં જુદાં જુદાં રાજ્યોમાં અવારનવાર ફેરફાર થતા રહ્યા છે. એકંદરે સુશિક્ષિત પ્રજાની ટકાવારી ઘણી જ ઊંચી છે. ઑસ્ટ્રેલિયાનાં બધાં જ મુખ્ય શહેરોમાં તે તે રાજ્યની યુનિવર્સિટી છે, જગ્યાની વિશાળતા અને સારી આર્થિક સ્થિતિને લીધે યુનિવર્સિટીઓનાં મકાનો અને સાધનસગવડનું ધોરણ ઘણું જ ઊંચું રહ્યું ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36