Book Title: Australia Parichaya Pustika
Author(s): Ramanlal C Shah
Publisher: Parichay Trust Mumbai

Previous | Next

Page 8
________________ E પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ કિનારે, તે એવા જ ભ્રમમાં હતો કે પોતે ન્યૂ ગિનીના બીજા કોઈ ટાપુ પર પહોંચી ગયો છે. ઈ. સ. ૧૬૦૬માં સ્પેનના રાજાએ ડિ ક્વિરોસ (De Quiros) નામના શોધ-સફરીને પોતાના માણસો લઈને વહાણમાં આગળ શોધ કરવા મોકલ્યો. જાવાથી આગળ વધો તે ઑસ્ટ્રેલિયાના કિનારે પહોંચ્યો. એને ખ્યાલ આવી ગયો કે પૅસિફિકમાં આ એક વિશાળ ટાપુ છે. આ ટાપુનું નામ પોતાના રાજાના નામ પરથી રાખવાની એને ઇચ્છા થઈ. રાજા ત્રીજા ફિલિપ હતા. પરંતુ એ નામ રાખવામાં ગૂંચવાડો થવાનો સંભવ હતો. રાજા મૂળ તો યુરોપના ઑસ્ટ્રિયા નામના દેશના કુંવર હતા એટલે ડિ ક્વિરોસે આ ટાપુનું નામ રાખ્યું, ‘ઑસ્ટ્રિયા લિયા દેસ એસ્પિરિતુ સાન્તો'. પરંતુ આટલું લાંબું નામ કોણ યાદ રાખે ? એટલે એનું ટૂંકું નામ થયું ‘ઑસ્ટ્રિયા લિયા'. પરંતુ વખત જતાં તે ‘ઑસ્ટ્રિલિયા', ‘ઑસ્ટ્રેલિયા' તરીકે બોલાવા લાગ્યું. ડિ વિરોસે જે કિનારો શોધ્યો તે ઑસ્ટ્રેલિયાનો પૂર્વ કિનારો હતો. પરંતુ એ જ અરસામાં ન્યૂ ગિની જવા નીકળેલા ડચ વહાણવટીઓ દરિયામાં થયેલા પવનના તોફાનને કારણે ઘસડાતા ઘસડાતા ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ કિનારે પહોંચ્યા. તોફાન નડ્યું, પણ એક નવો ટાપુ શોધ્યાનો તેઓને આનંદ થયો. તેઓએ આ ટાપુને પોતાના વતનની યાદમાં ‘ન્યૂ હોલૅન્ડ' એવું નામ આપ્યું. આ રીતે આ નવા શોધાયેલા ટાપુ માટે ‘ઑસ્ટ્રેલિયા’ અને ‘ન્યૂ હોલૅન્ડ' એવાં બે નામ પ્રચલિત થઈ ગયાં અને ઓગણીસમા સૈકાના અંત સુધી એ રીતે એ બંને નામ ચાલુ રહ્યાં. ઑસ્ટ્રેલિયાની શોધ થયા પછી સત્તરમા સૈકામાં સાહસિક દરિયાખેડુઓની અવરજવર એ દિશામાં વધી ગઈ. પૂર્વ અને પશ્ચિમ કિનારો શોધાયા પછી વિલિયમ ડેમ્પિયરે ઉત્તરના કિનારાની શોધ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36