Book Title: Australia Parichaya Pustika
Author(s): Ramanlal C Shah
Publisher: Parichay Trust Mumbai

Previous | Next

Page 12
________________ ૧૦ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ આદિવાસીઓની જુદી જુદી ત્રણસોથી વધુ જાતિઓ મળીને કુલ વસતિ ત્રીસ લાખથી પણ વધુ હોવાનો અંદાજ છે. એક માન્યતા એવી છે કે આ આદિવાસીઓ પ્રાચીન કાળમાં જાવા, મલાયા વગેરે ટાપુઓ પરથી ભટકતા ભટકતા, ખોરાક માટે સ્થળાંતર કરતા કરતા ઓસ્ટ્રેલિયાના કિનારે આવ્યા હશે. ખેતી તેમને આવડતી નહીં હોય એટલે માછલી અને પશુપક્ષીઓના શિકાર ઉપર તેઓ નભતા હશે. બૂમરેંગ તેઓનું શિકાર માટેનું જાણીતું હથિયાર છે. ઑસ્ટ્રેલિયામાં હાલ ગોગુજા, વોલ્માજોરી, મંદજિલજારા, ગુરાદિજી, બારડી વગેરે વિવિધ જાતિના આદિવાસીઓ છે. કેટલીયે જાતિઓમાં માત્ર પાંચસોથી હજાર જેટલી વસતિ હવે અસ્તિત્વમાં રહી છે. આ આદિવાસીઓ અલગ અલગ પ્રદેશમાં નાનાં નાનાં જૂથોમાં વસતા હોવાથી અને તેઓની ઘાણી જાતિઓ હોવાથી બહારની દુનિયામાં તેઓ એટલા જાણીતા નથી. ઓસ્ટ્રેલિયામાં જેમ જેમ ગારા વસાહતીઓ વધતા ગયા અને જુદા જુદા પ્રદેશોમાં પ્રસરતા ગયા તેમ તેમ આદિવાસીઓ તેમનાથી દૂર અને દૂર ભાગતા ગયા. ગોરા લોકોએ મુખ્યત્વે દક્ષિણ અને પૂર્વ બાજુ સમુદ્રકિનારે પોતાની વસાહતો ઊભી કરી એટલે આદિવાસીઓ ઉત્તર, પશ્ચિમ અને મધ્ય તરફ ખસતા ગયા. ગોરા લોકો સાથેનો તેમનો સંપર્ક સુખદ નહોતો. આરંભમાં આવેલા ગોરા લોકો ક્રૂર ગુનેગારો હતા. આદિવાસીઓને જોતાં જ તેઓ તેમને મારી નાખતા. વળી, ગોરા લોકો પોતાની સાથે જે કેટલાક ચેપી રોગો લાવ્યા. એ રોગો કેટલાક આદિવાસીઓ માટે જીવલેણ નીવડ્યા. એક સૈકામાં તો ત્રીસ લાખ આદિવાસીઓમાંથી માંડ ચાળીસપચાસ હજાર જેટલા રહ્યા. છેલ્લા કેટલાક સમયથી થોડાક આદિવાસી યુવાનો શહેરમાં આવી ભણવા લાગ્યા છે અને ગોરા લોકો સાથે ભળવા લાગ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36