Book Title: Australia Parichaya Pustika Author(s): Ramanlal C Shah Publisher: Parichay Trust MumbaiPage 11
________________ ઑસ્ટ્રેલિયા કેદીઓ સોળ ટકા જેટલી હતી. તેઓને ત્યાં પરણવાની છૂટ હતી. - ઓછી સ્ત્રીઓને લીધે ત્યાં ગુનાઓની અને બીજી સમસ્યાઓ ઊભી થઈ. એટલે પુરુષ-રવીનું સમતોલપણું જાળવવા માટે અનાથાશ્રમોની ગરીબ છોકરીઓને તથા કારખાનાંઓમાં કામ કરતી મધ્યમ વર્ગની અપરિણીત મહિલાઓને ત્યાં મોકલવાની આકર્ષક યોજનાઓ થઈ. આ રીતે મહિલાઓનું પ્રમાણ વધતાં સમતોલપણું જાળવવાની સમસ્યા હળવી થવા લાગી. ઑસ્ટ્રેલિયામાં મહિલાઓ આવતાં, તેમનાં લગ્ન થતાં, નવી સંતતિ પેદા થતાં વસતિ થોડી વધવા લાગી, પણ એકંદરે આ લોકો ગુનાહિત માનસવાળા, અણઘડ અને અસંસ્કારી હતા. છસાત દાયકા આ રીતે ચાલ્યું. ત્યાં ઈ. સ. ૧૮૫૦માં ઑસ્ટ્રેલિયામાં મેલ્બર્ન પાસે સોનું નીકળ્યું. હવે ત્યાં જવા માટે ઇંગ્લેન્ડથી શ્રીમંત, બાહોશ, સુશિક્ષિત, સંસ્કારી અંગ્રેજો મોટી સંખ્યામાં દોડ્યા. વહાણોની અવરજવર વધી ગઈ. શ્રીમંતો પાણીના ભાવે મળતી જગ્યા મોટા પ્રમાણમાં ખરીદવા લાગ્યા. સારાં પાકાં ઘરો બંધાવા લાગ્યાં. હવે આરંભની સાધારણ કક્ષાની વસતિ કરતાં સંસ્કારી સુશિક્ષિત વસતિનું પ્રમાણ વધી ગયું. વિસ્તાર વધતો ગયો. નવા નવા પ્રદેશો બ્રિટિશ હકૂમતમાં ઉમેરાતા ગયા અને એમ કરતાં સમગ્ર ઑસ્ટ્રેલિયા બ્રિટનનું સંસ્થાન બની ગયું. અલબત્ત, ત્યારે બીજો કોઈ રાજકીય નિયંત્રણો નહોતાં, એટલે હોલેન્ડ, પોર્ટુગલ, ફ્રાન્સ, જર્મની, સ્પેન વગેરે દેશોમાંથી પણ ઘણા લોકો આવ્યા અને તેઓએ પણ પોતપોતાની વસાહત સ્થાપી. પરંતુ રાજ્યસત્તા બ્રિટનની રહી. આદિવાસીઓ ઓસ્ટ્રેલિયાની ધરતી પર પશ્ચિમના ગોરા લોકોએ પગ મૂક્યો ન પહેલાં ત્યાં જુદા જુદા પ્રદેશોમાં આદિવાસીઓ રહેતા હતા. એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36