Book Title: Australia Parichaya Pustika
Author(s): Ramanlal C Shah
Publisher: Parichay Trust Mumbai

Previous | Next

Page 9
________________ ઑસ્ટ્રેલિયા અને ઈ. સ. ૧૭૭૦માં બ્રિટિશ નૌકાદળના એક કેપ્ટન જેમ્સ કૂકે દક્ષિણ કિનારાની શોધ કરી અને ત્યાંથી તે ઉત્તર કિનારા સુધી પહોંચ્યો. એણે એ પ્રદેશને ન્યૂ સાઉથ વેલ્સ તરીકે ઓળખાવ્યો. ટાસ્માન નામના એક સફરીએ ઑસ્ટ્રેલિયાની દક્ષિણે એક જુદો ટાપુ શોધી કાઢ્યો અને એનું નામ 'ટાસ્માનિયા' રાખ્યું. આમ લગભગ બે સૈકામાં ઓસ્ટ્રેલિયાની શોધ પૂરી થઈ. ઑસ્ટ્રેલિયા દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ દિશામાં આવેલો દેશ છે. ખલાસીઓ રાતને વખતે આકાશનાં નક્ષત્ર અને તારાઓને આધારે દિશા નક્કી કરી વહાણ હંકારતા. દક્ષિણ દિશામાં southern Cross નામના તારા છે (એને આપણે જયવિજય તરીકે, સ્વસ્તિક નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ). એટલે ખલાસીઓ Rhizzlee Hic The Land of Southern Cross R 4171 પ્રયોજતા. એ નામ પણ પ્રચલિત થયું હતું. ઑસ્ટ્રેલિયાના રાષ્ટ્રધ્વજમાં સ્વસ્તિક નક્ષત્ર છે. વસવાટ સ્પેન, પોર્ટુગલ, હોલેન્ડ વગેરે દેશોના સાગર-સરીઓ ઓસ્ટ્રેલિયા શોધી આવ્યા, પરંતુ જ્યાં પહોંચતાં આઠદસ મહિના લાગે એવા દૂરના દેશમાં સંસ્થાન સ્થાપી આધિપત્ય જમાવવામાં તેઓને રસ પડ્યો નહીં. ઇંગ્લેન્ડે એ માટે બુદ્ધિ દોડાવી. આમ તો ઑસ્ટ્રેલિયા જઈને કયો અંગ્રેજ રવાનો હતો ? પરંતુ જે કેદીઓને દેશનિકાલની સજા થઈ છે એ કેદીઓન તો જ્યાં લઈ જવામાં આવે, ત્યાં જવું પડે, તેઓને જો ઘણે દૂર સુધી કાયમ માટે મોકલી દેવામાં આવે તો ત્યાંથી ભાગીને તેઓ ઈંગ્લેન્ડ પાછા ફરે નહીં. એટલે ૭૦૦ જેટલા કેદીઓને ત્યાં મોકલવાની યોજના થઈ. તેમને લઈ જવા, ત્યાં વસાવવા અને દેખભાળ રાખવા થોડા કર્મચારીઓ જોઈએ. એની પણ જોગવાઈ થઈ. એમ કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36