Book Title: Australia Parichaya Pustika
Author(s): Ramanlal C Shah
Publisher: Parichay Trust Mumbai

Previous | Next

Page 17
________________ ૧૫ ઓસ્ટ્રેલિયા (Constitutional Monarchy) છે. ઑસ્ટ્રેલિયાના રાષ્ટ્રધ્વજમાં બ્રિટનના યુનિયન જેકને સ્થાન આપવામાં આવ્યું છે અને પોતાના રાષ્ટ્રગીત ઉપરાંત બ્રિટનનું રાષ્ટ્રગીત પણ સ્વીકારાયેલું છે. બ્રિટનનાં હાલનાં રાણી એલિઝાબેથ ઑસ્ટ્રેલિયા રાષ્ટ્રનાં વડાં છે. ઑસ્ટ્રેલિયાની ચૂંટાયેલી સરકારની પસંદગીથી અને ભલામણથી વિટનનાં રાણી ઓસ્ટ્રેલિયાના ગવર્નર-જનરલની નિમણૂક કરે છે. આમ, બ્રિટનની માત્ર ઔપચારિક સત્તા છે, પરંતુ તે ઑસ્ટ્રેલિયાની રાજ્યવ્યવસ્થાનો ખ્યાલ આપે છે. (છેલ્લા કેટલાક સમયથી ઑસ્ટ્રેલિયાના યુવાનોમાં આ બંધારણીય રાજાશાહી પ્રત્યે વિરોધનો સૂર ઊઠવા લાગ્યો છે.) ઑસ્ટ્રેલિયાની પાર્લમેન્ટની ચૂંટણી લોકશાહી ઢબે થાય છે. ઑસ્ટ્રેલિયામાં ત્રણ રાજદ્વારી પક્ષો છે : (૧) લેબર પાર્ટી, (૨) લિબરલ પાર્ટી અને (૩) કન્ટી પાર્ટી. એમાં મુખ્ય રસાકસી તો લેબર પાર્ટી અને લિબરલ પાર્ટી વચ્ચે જ હોય છે. ઓસ્ટ્રેલિયામાં પાર્લમેન્ટનાં બે સભાગૃહ છે. એક ઉપલું સભાગૃહ. એને સેનેટ કહેવામાં આવે છે. બીજું નીચલું સભાગૃહ. એને હાઉસ ઓફ રેપ્રિઝન્ટટિઝ (પ્રતિનિધિગૃહ) કહેવામાં આવે છે. સેનેટમાં નિયુક્ત સભ્યો હોય છે અને પ્રતિનિધિગૃહમાં ચૂંટાયેલા સભ્યો હોય છે. ચૂંટણીમાં દરેક રાજ્યની વસતિના પ્રમાણમાં એને બેઠકો મળે છે. એમાં ન્યૂ સાઉથ વેલ્સ, વિકટોરિયા અને કવીન્સલેન્ડ એ ત્રણ રાજ્યોમાં વસતિનું પ્રમાણ વધારે હોવાથી એના પ્રતિનિધિઓનું પ્રમાણ વધારે રહે છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને ટાસ્માનિયામાં વસતિ ઓછી હોવાથી એને ઓછી બેઠકો મળે છે. જે પક્ષને પાર્લમેન્ટમાં બહુમતી મળે તે પોતાના નેતાની ચૂંટણી કરે છે અને તે વડા પ્રધાન થાય છે. પાર્લમેન્ટના સભ્યોની મુદત ત્રણ વર્ષની હોય છે અને સેનેટના સભ્યોની મુદત છ વર્ષની હોય છે, પરંતુ સેનેટની રચના એવી રીતે કરવામાં આવી છે કે દર ત્રણ વર્ષે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36