Book Title: Australia Parichaya Pustika
Author(s): Ramanlal C Shah
Publisher: Parichay Trust Mumbai

Previous | Next

Page 15
________________ ઓસ્ટ્રેલિયા પ્રજાનો વસવાટ મુખ્યપણે તો સમુદ્રકાંઠાના પ્રદેશોમાં થયેલો છે. - ઑસ્ટ્રેલિયાની વિશાળ ધરતીનું રાજ્યોમાં વિભાજન વસવાટ અનુસાર થયું છે. ત્યાં છે મુખ્ય રાજ્યો છે : (૧) ન્યૂ સાઉથ વેલ્સ, (૨) વિકટોરિયા, (૩) સાઉથ ઓસ્ટ્રેલિયા, (૪) કવીન્સલેન્ડ, (૫) વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને (૬) ટાસ્માનિયા. આ રાજ્યોની સરહદો કુદરતી ભૌગોલિક સરહદ અનુસાર નક્કી ન કરાતાં, અક્ષાંશ અને રેખાંશ અનુસાર, અમેરિકાની જેમ, ઊભી અને આડી લીટીએ નક્કી કરવામાં આવી છે. એમ કરવાનું આ વિશાળ ધરતીમાં સહેલું છે, કારણ કે મધ્ય ભાગમાં રણવિસ્તાર છે જ્યાં સરહદોના ઝઘડાનો કોઈ પ્રશ્ન ઉભવતો નથી. આ છ રાજ્યો ઉપરાંત પાટનગર માટે અને ઉત્તર માટે પ્રાદેશિક વિભાગો કરવામાં આવ્યા છે. ઑસ્ટ્રેલિયાનાં રાજ્યોની અને પ્રાદેશિક વિભાગોની વસતિ અને એનાં મુખ્ય નગરોની વસતિ હાલ છેલ્લા સત્તાવાર આંકડા અનુસાર નીચે પ્રમાણે છે : રાજ્યો રાજ્ય કુલ વસતિ મુખ્ય નગર મુખ્ય નગરની વસતિ ન્યૂ સાઉથ વેલ્સ પ૮, ૧૩,૦૦૦ સિડની ૩૬, ૨૪,૦૦૦ વિક્ટોરિયા ૪૩,૬૬,૦૦૦ મેલબની ૩૦, ૩૯,૦૦૦ સાઉથ ઑસ્ટ્રેલિયા ૧૪,૩૬,૦૦૦ એડિલેઈડ ૧૦,૩૭,૦૦૦ ક્વીન્સલેન્ડ ૨૮,૯૨,૦૦૦ બ્રિબ્રેઈન ૧૨,૭૨,૦૦૦ વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા ૧૬, ૨૬,૦૦૦ પર્થ ૧, ૫૮,૦૦૦ ટાસ્માનિયા ૪,૫૫,૦૦૦ હોબાર્ટ ૧,૮૧,૦૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36