Book Title: Australia Parichaya Pustika
Author(s): Ramanlal C Shah
Publisher: Parichay Trust Mumbai

Previous | Next

Page 14
________________ ૧૨ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ નહીં મળે. લોકો એકંદરે મળતાવડા અને નિખાલસ છે. ઑસ્ટ્રેલિયામાં મુખ્ય વસવાટ અંગ્રેજોનો હોવાથી અને ઇંગ્લૅન્ડનું એ સંસ્થાન હોવાથી ત્યાંની રાજ્યભાષા અને લોકોની મુખ્ય ભાષા અંગ્રેજી રહી છે. ડચ, જર્મન વગેરે લોકો પોતાની વસાહતોમાં માંહોમાંહે પોતપોતાની ભાષા આજ દિવસ સુધી બોલતા આવ્યા છે, પરંતુ અંગ્રેજીના પ્રભુત્વને કારણે નવી પ્રજામાં તે ભાષાઓનો પ્રભાવ ઓછો થવા લાગ્યો છે. ઑસ્ટ્રેલિયનોની ભાષા ઇંગ્લિશ, પરંતુ તેમાં બોલચાલની ભાષાના અંશોનું પ્રમાણ વધતું ગયું છે. ત્યાંના લોકોના કેટલાક ઉચ્ચારો બ્રિટનના લોકો કરતાં જુદા છે. એકંદરે ઑસ્ટ્રેલિયનો ઝડપથી શબ્દો ઉચ્ચારે છે. તેઓ શબ્દમાં વચ્ચે આવતા ‘a'નો ઉચ્ચાર ‘આઈ’ જેવો કરે છે. ‘સન્ડે’ અને ‘મન્ડે' બોલવું હોય તો ‘સન્ડાઈ’ અને ‘મન્ડાઈ' એવા ઉચ્ચારો કરે છે. ત્યાં મજાકમાં કહે છે કે, કોઈ તમને પૂછે કે ‘ડિડ યૂ કમ હિઅર ટુડાઈ ?' તો માઠું ન લગાડવું, કારણ કે તેઓ ‘ટુડે’ને બદલે ‘ટુડાઈ’ બોલે છે. તેઓ ‘બાઇસિકલી' બોલે તો ‘બેઝિકલી’ બોલે છે એમ સમજવું. તેઓ ‘થેંક યૂ’ને બદલે ‘ગુડ ઑન યૂ' બોલે છે. તેમના ઉચ્ચારોની અને ઉચ્ચારણ-અવયવોની ખાસિયત જુદી છે. રાજ્યો અને શહેરો ઑસ્ટ્રેલિયામાં સૌ પ્રથમ વસેલું શહેર તે સિડની છે. આરંભકાળથી એની વસતિ ઉત્તરોત્તર વધતી રહી છે અને હજુ પણ તે ઑસ્ટ્રેલિયાનું મોટામાં મોટું શહેર છે. ત્યાર પછી બીજે નંબરે આવતું શહેર તે મેલ્બર્ન છે. તદુપરાંત એડિલેઇડ, બ્રિસ્બેન, પર્થ, હોબાર્ટ, ડાર્વિન અને કેનબેરા ઑસ્ટ્રેલિયાનાં મુખ્ય શહેરો છે. ઘણાંખરાં શહેરો સમુદ્રકિનારે અથવા કિનારાથી નજીકના પ્રદેશમાં આવેલાં છે, કારણ કે ઑસ્ટ્રેલિયામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36