Book Title: Australia Parichaya Pustika Author(s): Ramanlal C Shah Publisher: Parichay Trust MumbaiPage 16
________________ ૧ ૪ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ પ્રાદેશિક વિભાગો પ્રાદેશિક વિભાગો કુલ વસતિ મુખ્ય નગર એની વસતિ ઉત્તર પ્રદેશ ૧, ૫૬,૦૦૦ ડાર્વિન છ૩,૦૦૦ પાટનગર વિભાગ ૩, ૮૩,૦૦૦ કેનબેરા ૩, ૭૨,૦૦૦ આ વસતિમાં પ્રતિવર્ષ થોડો વધારો થતો રહ્યો છે. બીજા દેશોના લોકોને પણ કાયમી વસવાટ માટે પરવાનગી આપવામાં આવે છે. આમ, ઑસ્ટ્રેલિયાની કુલ વસતિ ૧,૮૦, ૮૭, ૦૦૦ જેટલી છે, પણ વસતિ જેટલી વધવી જોઈએ તેટલી વધતી નથી. વિદેશીઓના પ્રવેશ ઉપર ત્યાં નિયંત્રણો છે, પરંતુ સ્થાનિક વસતિ વધવાનો દર પણ કુદરતી રીતે જેટલો હોવો જોઈએ એટલો નથી. એનાં ઘણાં કારણોમાંનું એક કારણ એ છે કે પાશ્ચાત્ય દેશોની જેમ ઑસ્ટ્રેલિયામાં પણ યુવકયુવતીઓમાં એવું વલણ વધતું જાય છે કે સુખી જીવન જીવવું હોય તો સંતાનોની જંજાળ ન હોવી જોઈએ. રાજ્યવ્યવસ્થા ઐતિહાસિક દષ્ટિએ જોઈએ તો ઓસ્ટ્રેલિયા બ્રિટિશ સામ્રાજ્યનું એક સંસ્થાન હતું. બીજાં સંસ્થાનોમાં સ્થાનિક પ્રજા હતી અને તેમના પર બ્રિટને રાજ્ય કરવાનું હતું. ઑસ્ટ્રેલિયામાં તો બ્રિટને મોકલેલા પોતાના જ પ્રજાજનો હતા, એટલે ઑસ્ટ્રેલિયાની બ્રિટન પ્રત્યેની વફાદારી ચાલુ રહે એ સમજી શકાય એવી વાત છે. આથી જ, ભારતની આઝાદી પછી, બ્રિટિશ સામ્રાજ્યનું વિસર્જન થયું અને તેની જગ્યાએ બ્રિટિશ રાષ્ટ્રસમૂહ(British Commonwealth)નું નિર્માણ થયું તે વખત ઑસ્ટ્રેલિયાએ સ્વાયત્ત થવા છતાં બ્રિટનના ‘ડોમિનિયન' રાજ્ય તરીકે રહેવાનું પસંદ કર્યું. એટલે ઑસ્ટ્રેલિયામાં બંધારણીય રાજાશાહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36