Book Title: Australia Parichaya Pustika
Author(s): Ramanlal C Shah
Publisher: Parichay Trust Mumbai

Previous | Next

Page 6
________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ અજાયબી જેવી ગણાય છે. એ જોવા માટે જ પ્રવાસીઓ ખાસ આવતા હોય છે. ભૌગોલિક દષ્ટિએ ઓસ્ટ્રેલિયાની ગણના દુનિયાના છઠ્ઠા વિશાળ દેશ તરીકે થાય છે. તે પૂર્વથી પશ્ચિમ છેડા સુધી આશરે ચાર હજાર કિલોમિટર જેટલો લાંબો અને ઉત્તરથી દક્ષિણ છેડા સુધી આશરે ત્રણ હજાર બસો કિલોમિટર જેટલો પહોળો છે. ઓસ્ટ્રેલિયાનું ક્ષેત્રફળ આશરે ૭૬,૮૨,૩૦૦ ચોરસ કિલોમિટર જેટલું છે. ભૂસ્તરશાસ્ત્રની દષ્ટિએ ઑસ્ટ્રેલિયાની ધરતીનું સપાટ સ્તર બહુ પ્રાચીન મનાય છે. કાંગારુ, પ્લેટિપસ જેવાં પ્રાગૈતિહાસિક કાળનાં પ્રાણીઓ ઑસ્ટ્રેલિયામાં જોવા મળે છે. ઑસ્ટ્રેલિયા ભારત કરતાં લગભગ ત્રણગણો મોટો દેશ હોવા છતાં એની વસતિ બે કરોડ જેટલી પણ નથી. લોકો મુખ્યત્વે સમુદ્રકિનારાનાં છસાત મોટાં શહેરોમાં વસેલા છે. ઑસ્ટ્રેલિયાના મધ્ય ભાગમાં તો મોટાં મોટાં રણનો નિર્જન પ્રદેશ છે. ઓસ્ટ્રેલિયાની નદીઓ પ્રમાણમાં નાની અને છીછરી છે એટલે ત્યાં જલમાર્ગનો ખાસ વિકાસ થયો નથી. સાંસ્કૃતિક દૃષ્ટિએ વિચારીએ તો ઑસ્ટ્રેલિયાની ગણના દુનિયાના અર્વાચીન દેશોમાં થઈ શકે. ઑસ્ટ્રેલિયાનો ઈતિહાસ અઢી સૈકા જેટલો જૂનો પણ નથી. ઑસ્ટ્રેલિયાનો હાલનો વસવાટ એટલે વિદેશીઓનો વસવાટ. • ઑસ્ટ્રેલિયાની શોધ ઑસ્ટ્રેલિયાની શોધનો ઇતિહાસ રસિક છે. ઈસવીસનના પંદરમાં સૈકામાં યુરોપ કે એશિયાના લોકોને ખબર નહોતી કે પેસિફિક મહાસાગરમાં આ મોટો ટાપુ આવેલો છે. ત્યારે ઇંગ્લેન્ડ, હોલેન્ડ, બેલ્જિયમ, ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ વગેરે દેશના દરિયાખેડુઓએ આફ્રિકા ખંડને શોધ્યા પછી એશિયાના દેશો તરફ આગળ વધવા લાગ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36