Book Title: Australia Parichaya Pustika
Author(s): Ramanlal C Shah
Publisher: Parichay Trust Mumbai

Previous | Next

Page 5
________________ ઑસ્ટ્રેલિયા ઈ. સ. ૧૯૭૭ના ડિસેમ્બરમાં ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય કોંગ્રેસમાં ભાગ લેવાનું થયું તે વખતે ઑસ્ટ્રેલિયાનાં ઘણાં બધાં સ્થળોનો પ્રવાસ કરવાનો સુંદર અવસર મને સાંપડ્યો હતો. વળી, ૧૯૯૯ના સપ્ટેમ્બરમાં બીજી વાર પ્રવાસની એવી તક સાંપડી હતી. એટલે ઑસ્ટ્રેલિયા વિશે મને હંમેશાં વધુ રસ રહ્યા કર્યો છે. દુનિયાના બીજા દેશો કરતાં ઑસ્ટ્રેલિયાની એક જુદી 7 છાપ રસિક પ્રવાસીઓના ચિત્ત પર પડે છે. અત્યંત વિશાળ પ્રદેશ, પાંખી વસતિ, બારે માસ સરસ આબોહવા, સમૃદ્ધ જીવન, પૂર્વ તથા પશ્ચિમની સંસ્કૃતિનો સમન્વય, શિક્ષણની ઊંચી ટકાવારી, લોકોનો મિલનસાર સ્વભાવ ઇત્યાદિને કારણે દુનિયાના લગભગ સવાસો જેટલા દેશોમાં ઑસ્ટ્રેલિયાનું સ્થાન પહેલા પંદરમાં આવે છે. ઑસ્ટ્રેલિયા એટલે ટાપુ-ખંડ (આઇલૅન્ડ કૉન્ટિનન્ટ). ખંડ તરીકે તે દુનિયાનો નાનામાં નાનો ખંડ છે અને ટાપુ તરીકે તે દુનિયાનો મોટામાં મોટો ટાપુ છે. આ ટાપુનો સમુદ્રકિનારો બીજા નાનામોટા એના ટાપુઓ સહિત આશરે છત્રીસ હજાર કિલોમિટર જેટલો છે. એશિયા, યુરોપ, આફ્રિકા અને અમેરિકા - એ ચારે ખંડમાં, પ્રત્યેકમાં ઘણા બધા દેશો છે. ઑસ્ટ્રેલિયા પોતે એક જ દેશ છે. એ રીતે ઑસ્ટ્રેલિયા એક ખંડએક દેશ(વન કૉન્ટિનન્ટ વન નેશન)ની વિશિષ્ટતા પણ ધરાવે છે. એની ઉત્તરે આવેલા મહાસાગરના છીછરા પાણીમાં પરવાળાના ખડકોની લાંબી હારમાળા (ધ ગ્રેટ બૅરિયર રીફ) દુનિયાની એક Jain Education International - ર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36