Book Title: Atmanand Prakash Pustak 051 Ank 06 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 66 ૧૭ના આગમપ્રભાકર ”ના પદ્મથી વિભૂષિત કરવા, શ્રી સંઘને અનુરોધ કરી આ પ્રસ્તાવ ચતુવિધ સંઘને વધાવી લેવા વિન ંતિ કરી હતી. ત્યારબાદ પ્રેફેસર શ્રીચુત ભોગીલાલભાઈ સાંડેસરાએ વિદ્વદ્ય મુનિરાજશ્રીની અદ્યતન સ ંશોધન-સૃષ્ટિ તથા અપાર વિદ્વત્તાના સુ ંદર પરિચય કરાવ્યેા હતા, પડિત શ્રી બેચરદાસે જૈન દર્શન, જૈન સાહિત્ય, જૈન પુરાતત્ત્વ અને તત્ત્વજ્ઞાનની મૌલિક દૃષ્ટિ વગેરે માટે વર્ણન કરી કૃપાળુ પુણ્યવિજયજી મહારાજને આગમપ્રભાકરેનું માનવંતુ પદ આપીઋણ અદા કરવા જણાવ્યું હતું. શ્રી સ ંઘે આ ઉત્તમ કાર્યને વધાવી લેવા સાથે બંને પન્યાસ પદવીધર મુનિરાજોને કામળી ઓઢાડી હતી. તેમજ નૂતન પન્યાસે તથા મુનિપુ’ગવ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીને જુદા જુદા અનેક ભાવિકાએ પણ કામળી ઓઢાડી હતી. કૃપાળુ ગુરુદેવ શ્રી પુણ્યવિજયજી મહારાજે પેાતાની પદવી માટે અનિચ્છા દર્શાવી છતાં, શ્રી ચતુર્વિધ સુધની તીવ્ર ઈચ્છાને તે નકારી શક્યા નહાતા. વડાદરા શ્રી સઘ તે માટે માન ખાટી ગયેલ છે તે માટે ધન્યવાદ આપીએ છીએ. અને છેવટે જય ખેલાવી મેળાવડા વિસર્જન થયા હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન પત્ર દ્વારા આ માંગલિક સમાચાર જાણવામાં આવતા આ સભાને અપૂર્વ આનંદ થયા હતા, ત્યારબાદ શ્રી વડાદરા સંધ અને કૃપાળુ ગુરુદેવ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીને આ સભા તરફથી થયેલ હર્ષ માટે તાર તથા કાગળા મોકલવામાં આવ્યા હતા. આ સભા પરમાત્માની પ્રાર્થના કરે છે કે—કૃપાળુ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ સુખશાતાપૂર્ણાંક દીર્ઘાયુષી થઈ અનેક જૈન શાસ્ત્રભંડારા, આગમા વગેરેના ઉદ્ધાર કરે. કૃપાળુ પુણ્યવિજયજી મહારાજશ્રીનું જૈન શાસ્ત્ર સંશોધનનું આ મહાન કાર્ય અને આ પદવી ભારતના જૈન સંઘના ઇતિહાસમાં સુવણુ અક્ષરે લખાશે, સેવક, શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42