Book Title: Atmanand Prakash Pustak 051 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. સ્વીકાર–સમાલોચના કલ્યાણ ભાવના” (કાવિંશિકા) ન્યાયતીર્થ, ન્યાયવિશારદ પૂજ્ય મુનિરાજશ્રી ન્યાયવિજયજી વિરચિત આ કલ્યાણ ભાવના-ર સંસ્કૃત કે અને તેના હિંદી અનુવાદ સાથે અમને ભેટ મળી છે જેમાં બાર ભાવનાનું સ્વરૂપ સંક્ષિપ્તમાં વિદ્વતાપૂર્ણ રીતે બતાવવામાં આવ્યું છે. પૂજ્ય મુનિરાજ શ્રીની કોઈ પણ કૃતિ પછી તે લઈ પરિતકા કે મહેટા પુસ્તક તરીકે રચાયેલા હોય તેમાં અનુભવ અને જ્ઞાનને પરિપાક અસાધારણ રીતે જણાય છે. ગુજરાતી અનુવાદ તરીકે પ્રકાશન થવાની જરૂરીઆત છે. પ્રભુમહિમા સ્તવ. સંપાદકે, પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજ સુશિષ્ય પં, શ્રી પ્રવીણ વિજયજી મ. તથા મુનિરાજ શ્રી સુશીલ વિજયજી મહારાજ. પ્રભુભક્તિ માટે આ લઘુ પુસ્તિકામાં ચૈત્યવંદન, ગુવંદન, સામાયકની વિધિ, સ્તવને, સજઝાયો. ગુંડલીઓ, નવકાર મંત્રનો મહિમા વગેરે ઉપયોગી ૧૪ વિષયોનો સમાવેશ કરેલ છે જે શાસ્ત્રી ટાઈપમાં પ્રકટ થયેલ. સુંદર કાગળ, ટાઈપ, ભાઈડીગમાં છપાયેલી છે. સહાયક શેઠ ગોકળદાસ મહેકમદાસના સુપુત્રે મું. મંચર છલા પુનાથી ભેટ મળે છે. ખેદકારક નોંધ ૧ શ્રીયુત કાંતિલાલ રતનચંદ મહેતાનું દુઃખદ અવસાન, શ્રી કાન્તિલાલ રતનચંદ મહેતા. સં. ૨૦૦૯ ના ભાદરવા સુદી ૧૨ ના રોજ કલકત્તામાં માત્ર બે જ દિવસની માંદગીમાં રવીવાસ પામ્યા છે. તેઓશ્રીને જન્મ ૧૯૬૮ ના જેઠ સુધી ૧૫ ના રોજ થયેલ હતું. અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ પાટણ અને કલકત્તામાં કરી, પછી ઝવેરાતનું બીઝનેસ કલકત્તામાં પિતાને બંધુ શ્રીયુત મણિલાલભાઈ સાથે શરૂ કર્યું હતું. દેવગુરુધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી. જૈન ધર્મના સંસ્કાર વારસામાંથી મળ્યા હતા. સ્નેહીઓ સંબંધીઓના પૂર્ણ પ્રેમપાત્ર હતા. આ સભાના કેટલાક વખતથી તેઓ લાઈફ મેમ્બર હતા, સભા ઉપર પ્રેમ ધરાવતા હતા, તેઓના સ્વર્ગવાસથી એક ધર્મવીર પુરુષની ખોટ પડી છે, તેમના કુટુંબને દિલાસે દેવા સાથે તેઓના પવિત્ર આત્માને અનંત શાંતિ પ્રાપ્ત થાઓ તેમ પરમાત્માની પ્રાર્થના કરીએ છીએ. ૨. શ્રીયુત શાંતિલાલ ગંભીરદાસનું થયેલું દુઃખદ અવસાન વળનિવાસી ભાઈ શાંતિલાલ ગોહિલવાડ જિલાના ઈજનેર તા. ૧૬-૧૨-૫૩ ના રોજ સ્વર્ગવાસ થો છે. ઈજનેરી પરીક્ષા પસાર કર્યા પછી ભાવનગર રાજયમાં પ્રથમ અને પછી ધીમે ધીમે ગોહિલવાડ વિભાગના ઇજનેરને માનભર્યો હોદ્દો તેઓ મેળવી શક્યા હતા. તેઓ જીવનમાં સાદા, મિલનસાર, સેવાભાવી, નમ્ર તથા દયાળ હતા. હાથ નીચેના નોકર પ્રત્યે તેઓ માયાળ હતા. બાંધકામખાતાના તેઓ એક સાચા સલાહકાર હેવાથી ઇજનેર ખાતાના એક સારા અનુભવી અને પ્રમાણિક અધિકારીની ખોટ પડી છે. તેઓશ્રી સભાના માનવંતા લાઈફ મેમ્બર હોઈ સભા પ્રત્યે પ્રેમ ધરાવતા હતા. તેઓના સ્વર્ગવાસથી એક સારા સભ્યની સભાને ખોટ પડી છે. તેઓના પવિત્ર આત્માને અનંત શાંતિ પ્રાપ્ત થાઓ એમ પરમાત્માની પ્રાર્થના કરીએ છીએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42