Book Title: Atmanand Prakash Pustak 051 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અત્રે રજૂ થતાં રિપોર્ટમાં જે કંઈ સુધારાવધારો સૂચવ હોય તે આપશ્રી સૂચવશે અને થતી ભકિતના કાર્યમાં અમે હંમેશ પ્રગતિ કરતા જઈએ એવી અમારી અભિલાષામાં આપ સર્વ સહકાર આપશે. આ સંસ્થા જૈન સમાજની છે એટલે અન્ય કોઈ પણ જૈનબંધુ અમારે આ રિપોર્ટ વાંચી જે કઈ સલાહ-સૂચના આપશે તે પરત્વે સભા અવશ્ય વિચારણા કરી યોગ્ય હશે તે સ્વીકારશે. આ સભા હરહંમેશ પ્રગતિ ને વિકાસ સાધતી જાય છે તેનું મુખ્ય કારણ ગુરુકૃપા જ અમે માનીએ છીએ. અન્ય સર્વ કાર્યવાહકેની આત્મકલ્યાણકારી ભાવનાથી, પૂજય ગુરૂદેવો અને ગૃહસ્થ બંધુઓને સાથ અમને વિશેષ ને વિશેષ પ્રમાણમાં મેગ્ય રીતે મળતા રહે છે. અમારા ઘણું કાર્યોમાં, પુસ્તક-પ્રકાશન સંબંધમાં પણ પૂજ્ય ગુરુદેવની સલાહસૂચના લેવામાં માવે છે. લોકાપવાદને પણ વિચાર કરી સભાની લેવડદેવડ, પ્રમાણિકતાથી અને યોગ્ય રીતે ચલાવવામાં બાવે છે. ધાર્મિક ફરમાનને અનુસરીને વહીવટ ચાલતો હેવાથી સો કોઈને માટે આ સભા પ્રશંસાપાત્ર બની હેય તે ગુપાને આભારી છે. ભવિષ્યમાં પણ સંસ્થા ઉત્તરોત્તર વિકાસ સાધી અનુપમ સ્થાન પ્રાપ્ત કરે તેવી અમારી પરમકૃપાળુ પરમાત્મા પ્રત્યે પ્રાર્થના છે. સ્થાપના–આ સભાની સ્થાપના વિ. સં. ૧૯૫ર ના દ્વિતીય જેઠ સુદ બીજના રોજ પ્રાતઃસ્મરણીય શ્રી વિજયાનંદ સુરીશ્વરજી (શ્રી આત્મારામજી) મહારાજના પુણ્ય-નામાભિધાનથી ગુરુ ભક્તિ નિમિતે, તેમના સ્વર્ગવાસ પછી માત્ર પચીશમે દિવસે મંગળ મુહૂર્તે કરવામાં આવેલ છે. આજે સંસ્થા ૫૭ વર્ષ પરિપૂર્ણ કરી અઠ્ઠાવનમા વર્ષમાં પ્રવેશ કરે છે, તે ગુરુકૃપાનું જ ફળ છે. સ્વર્ગસ્થ ગુરુદેવના આશીર્વાદ આ સભા પર હમેશ વર્ષ્યા જ કરે છે. ઉદ્દેશ-જન સમાજના બંધુઓ અને બહેને ધર્મ સંબંધી ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરે તેવા ઉપાયો જવા, ધાર્મિક તેમજ વ્યાવહારિક બંને પ્રકારની કેળવણી માટે સ્કોલરશીપ વિગેરે દ્વારા યથાશક્તિા સહાય કરવા, પૂજ્ય પૂર્વાચાર્યોરચિત મૂળ, પ્રાકૃત, સંસ્કૃત ઉચ્ચ કોટિના પંથેનું પ્રકાશન કરવું, એતિહાસિક, જીવનચરિત્રો તેમજ કથાસાહિત્યના અનુપમ અને અનુપલબધ ગ્રંથને સરલ ગુજરાતી ભાષામાં અનુવાદ કરાવી બહોળો પ્રચાર કરે, તેવા ઉત્તમ કેટિના ગ્રંથોને બને તેટલી મર્યાદામાં રહીને તેમજ જ્ઞાનખાતાને દોષ ન લાગે તે રીતે ભેટ આપવા, જૈનધર્મના મૂળભૂત સિદ્ધાન્ત-અનેકાંતવાદ, રત્નત્રયી તેમજ તત્વજ્ઞાનને ભારતવર્ષ તેમજ પરદેશમાં પ્રચાર કરવો, શ્રેષ્ઠ કટિની હસ્તલિખિતે પ્રતોને તેમજ ઉપયોગી પ્રકાશનેને સુંદર સંગ્રહ કરી સભાએ સ્થાપન કરેલ જ્ઞાનમંદિરમાં વ્યવસ્થિત રાખવે, જ્ઞાનભક્તિ કરવી, ક્રી વાંચનાલય દ્વારા મફત વાંચન પૂરું પાડવું, સીઝાતા ધર્મબંધુઓને યથાયોગ્ય રાહત આપવી તેમજ દેવ, ગુરુ અને તીર્થની ભક્તિ કરી આત્મકલ્યાણ સાધવું-આ પ્રકારના ઉદ્દેશથી સભાની સ્થાપના કરવામાં આવેલ છે. અને આપ સૌ કોઈ જાણી શક્યા છે કે સભા પિતાને ઉદેશને પાર પાડવામાં સફળ થઈ છે. આજે સભાનું સમાજમાં તેમજ વિદ્વદર્ય પૂજય સાધુસમાજમાં જે અને સ્થાન છે તે જાણી અમો કૃતાર્થતા અનુભવીએ છીએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42