Book Title: Atmanand Prakash Pustak 051 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 0 Geo 2 ૨૦૦૦ ક ॥ ॐ ॥ श्रेयस्कर-विघ्नहर-श्रीशंखेश्वरपार्श्वनाथजिनेन्द्राय नमः ॥ ॥ श्रीमद् आचार्यदेव-श्रीविजयानंदसूरीश्वरजीपादपत्रेभ्यो नमः ।। શ્રી જૈન આમાનંદ સભા ભાવનગરને ૫૭ મા વર્ષને રિપોર્ટ (સંવત ર૦૦૯ ના કાતિક શુદિ ૧ થી આસે વદિ ૦)) સુધી) મુખ્ય સેક્રેટરીનું નિવેદન માન્યવર પ્રમુખ મહાશય અને પ્રિય સભાસદ બંધુએ પરમ આરાધનીય દેવ, ગુરુ અને ધર્મ-એ રત્નત્રયીની ભક્તિ કરતી, તેઓની પરમકૃપાથી પ્રગતિ સાધતી તેમજ દિવસનુદિવસ પ્રતિષ્ઠા અને ગૌરવમાં અભિવૃદ્ધિ કરતી આપણી સભાને સત્તાવનમા વર્ષને, આવક–જાવક, કાર્યવાહી તેમજ સરવૈયું વિગેરેને રિપોર્ટ રજૂ કરતાં અને અત્યંત હર્ષ થાય છે. સર્વ સભાસદ બંધુઓ તેમજ જૈન સમાજના વિચારશીલ બંધુઓ આ વાંચી, આ સભાદાર કાર્ય વાહકની આત્મકલ્યાણની આ પ્રશસ્ત પ્રવૃત્તિમાં જોડાય, અને ત્રિરત્નની ભક્તિમાંથી જે જે અનુકરણીય અને હિતકર જણાય તે ગ્રહણ કરે તેમ ઈચ્છીએ છીએ. કેટલીક સંસ્થાઓએ અમારી વહીવટી પદ્ધતિની પ્રશંસા કરી તદનુરૂપ ફેરફાર કર્યા છે, તેવી હકીક્ત જાણીને અમને આનંદ થયો છે અને તેવી કોઈ પણ સંસ્થા કે મંડળ પોતાની પ્રતિષ્ઠામાં વધારો કરી સ્થિતિસ્થાપક બને તે અમે અમારી જ્ઞાન અને ગુરુભક્તિ માટેનો હેતુ સફળ થયો માનીશું. કોઈપણ સંસ્થાએ સમાજમાં વિશ્વસનીય થવું હોય તે દર વર્ષે કે બે ત્રણ વર્ષે પિતાની કાર્ય વાહીને રિપોર્ટમાં પ્રગટ કરવો જ જોઈએ. આગલા વર્ષોની કાર્યવાહીથી આપ તે તે વર્ષોના રિટથી વાકેફ છે. પ્રસ્તુત વર્ષની કાર્યવાહી અને આવતા વર્ષનું બજેટ આપ સમક્ષ રજૂ કરવામાં આવે છે, જેથી આપને ખાત્રી થશે કે આપ સૌના સહકારથી અને ગુરુદેવની અસીમ કૃપાથી સભા ઉત્તરોત્તર વિકાસ સાધતી જાય છે. * સં. ૨૦૧૦ ના માગશર સુદ ૭, તા. ૧૩-૧૨-૧૯૫૩ રવિવારના રોજ મળેલ જનરલ મિટીંગમાં આ નિવેદન રજુ કરવામાં આવ્યું હતું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42