Book Title: Atmanand Prakash Pustak 051 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંગ્રેજી પદને અનુવાદ ૯૫ મારા સરનામે મોકલેલ બહકલ્પસૂત્ર* છો ભાગ પણ વખતસર મળી ગયો હતો; અને હમણું જ મેં એ મારા ગુરુ પંડિતવર શ્રી સુબ્રીંગને પહોંચાડ્યો છે. આપને પત્ર પણ તેમણે જ વાંધો છે, અને ખૂબ ખુશી થયેલા એવા તેઓ પોતે જ આપને પત્ર લખવાના છે. આપની પ્રવૃત્તિના સંબંધમાં આપે જે જણાવ્યું તેથી ઘણું જ સંતોષ થયે. બધાય પ્રાકૃત સાહિત્યના શોધકે ઉપર તેમજ જૈન ધર્મના અનુયાયીઓ ઉપર આપે બહુ માટે ઉપકાર કર્યો છે. હું તે ખાસ કરીને દશવૈકાલિક સૂત્રની પ્રાચીન ચૂર્ણ છપાઇને બહાર પડે એની ઉત્સુક્તાપૂર્વક રાહ જોઉં છું, કારણ કે શ્રીમાન શુન્નીંગ મહોદય, હું અને મારે એક વિદ્યાર્થી તાજેતરમાં જ દશવૈકાલિક નિયુક્તિના અધ્યયનમાં લાગ્યા છીએ. એના વિવેચન ( વ્યાખ્યાન )માં જેસલમેરના કિલ્લામાં મેં લીધેલ પ્રાચીન ચૂર્ણના ફોટાઓ પણ સારી રીતે ઉપકારક થાય છે; પણ એ ફોટાઓ એ સમયે મને (ફોટા લેવાને ) અભ્યાસ નહીં હોવાને કારણે સારા નથી આવ્યા, અને કંઈક વાંચવા મુશ્કેલ બની જાય છે. અંગવિજાશાસ્ત્ર સાચે જ ભારે ચમત્કારી હોવા છતાં પ્રાયઃ દુર્ગમ છે. એની એક હસ્તલિખિત પ્રતિ મેં બલિન( જર્મની)માં પહેલાં જ જોઈ હતી, એ છપાય એ તે ઈચ્છવા જેવું જ છે. જેસલમેર ભંડારની સુચીનું પ્રકાશન થાય એ પણ હું આતુરતાપૂર્વક ઈચ્છું છું. ખંભાતના શ્રી શાંતિનાથ ભંડારના તાડપત્રના ગ્રંથોના શ્રી કુમુદસૂરિજીએ ગુજરાતીમાં તૈયાર કરેલી સૂચી મને મળી છે. શું હવે આપે તૈયાર કરેલી નવી સૂચી છપાઈ રહી છે? બીજું, મેં આપને પહેલાં જ જણાવ્યું હતું કે મારો એક શિષ્ય પીએચ. ડી. ની પદવી માટે શીલાંકવિરચિત ચઉપર મહાપરિસરય સંબંધી મહાનિબંધ લખી રહ્યો છે, જે નિબંધ હમણાં જ પૂરો થયો છે અને ડાં જ અઠવાડિયામાં મારે શિષ્ય (જેનું નામ ભૃન છે) પીએચ. ડી. માટેની પરીક્ષા આપશે. એના ઉત્તમ નિબંધને છપાવવા માટે હું પ્રયત્ન કરીશ, પરંતુ આ દેશમાં છાપકામ બહુ મધું અને પૈસા દુર્લભ હેવાથી આ કામ બહુ મુશ્કેલ છે. | મેં ભારતવર્ષનું નિરૂપણ કરતું ભૂગોળવિદ્યાને લગતું પુસ્તક તૈયાર કર્યું છે જે અત્યારે પ્રેસમાં છે. એનું છાપકામ થોડાક મહિનામાં શરૂ થશે એવી મને ઉમેદ છે. બીજું, મારા ગુરુ સ્વર્ગસ્થ ડે. લ્યુસ, જેઓ બર્લિન વિશ્વ વિદ્યાલયમાં સુપ્રસિદ્ધ સંરકૃતના અધ્યાપક હતા, તેમણે વેદ સાહિત્યને લગતો એક ખૂબ લાંબે નિબંધ તૈયાર કર્યો હતો, જે એમના અવસાન સમયે લગભગ પૂરે થયેલો હતો, તેને પૂરો કરવા, તૈયાર કરવા અને પ્રગટ કરવા હું ગુરુને આપેલ વચનથી બંધાયેલ છું. લડાઈ દરમ્યાન એ હસ્તલિખિત ગ્રંથ ફાટી જવાને કારણે એ કામ ભારે મુશ્કેલ અને બહુ લાંબું થઈ ગયું છે. એને પહેલે ભાગ બે વર્ષ પહેલાં મેં પ્રગટ કર્યો છે. બીજો ભાગ તૈયાર કરવાનું કામ મેં હમણાં જ હાથ ધર્યું છે. એ પૂરું થયા બાદ ફરી પાછો હું જૈન આગમના અધ્યયનમાં લાગી જઈશ. બહત્કથાની સાથેના વસુદેવહિંડીના સંબંધની શોધખોળ કરવાની મારી ઈરછા છે. આપને બધાં કાર્યોમાં સરળતા અને ધર્મના પસાયે હમેશાં કુશળ અને શરીર સ્વાસ્થ મળે એમ ઈચ્છો. –આપના ચરણકમળનું વંદન કરતે એલ, આસડો. * આ ગ્રંશે મૂળ ગ્રંથે અને બીજા ગ્રંથને અનુવાદ આ સભાએ છપાવેલ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42