________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાતું જરા મંદ થયું છે પરંતુ તેને અંગે અમે સખી ગૃહસ્થ, સાનરસિક દાતાઓ અને કેળવણી પ્રેમી સજજનોને દરેક પ્રકારને સહકાર માગીએ છીએ.
શ્રી દશાનયચક્ર ગ્રંથ-(મૂળ) ઉચ્ચ કોટીને અને જેને દર્શનને ન્યાયને અનુપમ ગ્રંથ પૂજ્ય મુનિરાજશ્રી પુણ્યવિજયજી તેમજ પૂજ્ય મુનિરાજશ્રી બૂવિજયજી મહારાજના અથાગ પરિશ્રમ અને અપ્રતિમ કાળજીથી નિણયસાગર પ્રેસમાં ઊંચા ટકાઉ કાગળ પર દેવનાગરી લિપિમાં છપાઈ રહ્યો છે. હાલ તેના ચાલીસ ફોર્મ લગભગ છપાયા છે. ગ્રંથ અતિવિરતૃત હેવાથી કમશઃ પ્રગટ થશે. તેને પ્રથમ ભાગ જેમ બને તેમ શીધ્ર જૈન સમાજને ચરણે ધરવા અમે ઉકંઠા રાખીએ છીએ. જયારે આ ગ્રંથ પ્રસિદ્ધિ પામશે ત્યારે જૈન દર્શનશાસ્ત્રીએ જ નહિ પરંતુ પરદેશી વિદ્વાન એલરે અને દર્શનશાસ્ત્રના અભ્યાસકો તેની ભારોભાર પ્રશંસા કર્યા સિવાય રહી શકશે નહિ.
(૨) શ્રી જેન આત્માનંદ જન્મ શતાદિ સિરીઝમાં શ્રી ત્રિષષ્ઠિ શલાકાપુરુષ ચરિત્રના આગળના પાંચમા પર્વથી-છપાવવા સંબંધી વિચારણા ચાલી રહી છે.
(૩) પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી જૈન એતિહાસિક ગ્રંથમાળા–હાલમાં આ ગ્રંથમાળાનું પ્રકાશન-કાર્ય બંધ છે.
ઉપર જણવેલ ત્રણે ખાતાઓને વહીવટ માત્ર સભા કરે છે.
(૪) શ્રી આત્માનંદ જૈન ગ્રંથમાળા–આ સભાની માલીકીનું ખાતું છે. આ ખાતામાં સિરિઝ તરીકે આવેલ રકમમાંથી અથવા બીજી રીતે મળતી સહાયમાંથી પૂર્વાચાર્ય કૃત ગ્રંથને અનુવાદ, ઐતિહાસિક કથાઓ, જીવનચરિત્રો, સત્વશાળી નરરત્ન, તીર્થંકર ભગવંતના ચરિત્ર, ઉપદેશક પુસ્તકે, સતી-ચત્રિો પ્રકાશિત કરવામાં આવે છે અને ધારા પ્રમાણે પેટ્રને, લાઈફ મેમ્બરે, પૂજય સાધુ સાધ્વીજી મહારાજે, જેનેતર વિદ્વાને, જ્ઞાનભંડારો વિગેરેને ભેટ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ ગ્રંથમાળામાં ૯૮ પુસ્તકે પ્રકાશિત થયા છે.
આ પ્રકાશિત થતાં સુંદર અને આકર્ષક ગ્રંથ માટે સારા સારા વિદ્વાનો અને પૂ. સાધુ મહારાજોના સારા અભિપ્રાય મળેલા છે, જે વખતેવખત શ્રી આત્માનંદ પ્રકાશ માસિકમાં પ્રગટ કરવામાં આવેલ છે. એ જ અમારે મન હર્ષને અને ઉત્તેજનને વિષય છે.
શ્રી કથારત્ન કેલને બીજો ભાગ તેમજ શ્રી સુમતિનાથ ચરિત્રનું ભાષાંતર થઈ રહ્યું છે અને તે માટે પ્રયત્ન ચાલુ છે. ગ્રંથમાં સહાય મળેથી પ્રકાશિત કરવામાં આવશે, દેશ કાળ ને સંગ બદલાયા છે છતાં સભા પિતાનું પુસ્તક-પ્રસિદ્ધિનું કાર્ય યથાશક્તિ કરી રહી છે તે આપ સર્વને સુવિદિત જ છે.
(૫) સસ્તું સાહિત્ય પ્રકાશન–શેઠ શાંતિલાલ ખેતશી ટ્રસ્ટફંડના ટ્રસ્ટીઓ શેઠ જીવતલાલ પ્રતાપશી વગેરે તરફથી તેના ધારાધોરણ પ્રમાણે સભા હસ્તક ચાલતા આ ખાતામાંથી (૧) અનેકાંતવાદ ઇંગ્લીશ ભાષામાં લગભગ છપાઈ જવા આવ્યો છે જે આ વર્ષમાં પ્રગટ થશે. હવે તે ખાતાના પ્રકાશને માટે તેના શ્રીયુત દ્રસ્ટીઓની વિચારણા પર છે.
For Private And Personal Use Only