Book Title: Atmanand Prakash Pustak 051 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ જામી ગયા છે તે સાફ કરવાની મારી પ્રવૃત્તિ સફળ થાઓ ! કર્માસ્તવ અનંત કાળથી ચાલ્યો આવે છે તે હવે તેને સંવર કરી નિર્જરા કરવી ઘટે છે, એ આશય છે. (૧) यस्य स्मरणमात्रेण नश्यन्ति सकलापदः । तं नमामि महावीरं सर्वदेवनमस्कृतम् ॥ २॥ ભાવાર્થ-જેના કેવળ સ્મરણથી જ બધી આપદાઓ નાશ પામે છે અને જેને સઘળા દેવ પૂજે છે એવા શ્રી મહાવીરને હું નમું છું. શાસ્ત્રકારે કહે છે કે-પરમેષ્ટિઓની કૃપાથી શ્રેયમાર્ગ આપણને જડે છે માટે જ તેમનું સ્તવન આવશ્યક છે. મંગલાચરણની ઉપયોગિતા માટે શાસ્ત્રકારોએ બહુ લાંબી ચર્ચાઓ કરેલી છે તે અહિં પ્રસ્તુત ન હોવાથી અમે તે કરેલી નથી. ટૂંકામાં જિનશાસનપ્રભાવના એ જ મોટું મંગળ છે. એવી ભાવના અહિં કરી છે. (૨) जिनेन्द्र ! मम सर्वाणि दुरितानि परासुव । यद् भद्र तद् भवतु मे ॥ ३ ॥ ભાવાર્થ –હે જિનેન્દ્ર! આપના સ્મરણ, ચિંતન અને સંકીર્તનથી મારાં સઘળાં પાપકૃત્ય દૂર ફેંકાઈ જાઓ ! અને જે થકી મારું કલ્યાણ થાય તે મને પ્રાપ્ત થાઓ ! (૩) वीरो जिनवरवृषभो मंगलयुथैकमंगलो योऽस्ति । अघमर्षणो दयालुर्मुक्तिमार्गोपदेशको देवः ॥ ४ ॥ ભાવાર્થ-જિનવરવૃષભ એવા મહાવીર, સઘળા મંગલનું જૂથ એટલે કે સમૂહના પણ એકમાત્ર મંગળ છે. તે અઘમર્ષણ છે એટલે પાપોનો નાશ કરે છે, દયાળુ છે, મુક્તિમાર્ગના ઉપદેષ્ટા છે અને સર્વોત્તમ દેવ છે. (૪) બેધિની દુર્લભતા बोधिप्राप्तौ सदासक्तो मूर्खश्च पंडितोऽपि च । उभावेतादृशौ दृष्ट्वा तच्चित्रं जगतो महत् ॥ ५॥ ભાવાર્થ: બોધિ એટલે આત્મધ અથવા આત્મા સંબંધે યથાર્યજ્ઞાન. અહિં મુખે અને પંડિત બન્નેને બેધિની પ્રાપ્તિ પર એક સરખા વરાણા વર્ણવીને વિરોધાભાસ ઉત્પન્ન કર્યો છે અને તેથી જ જગતને મોટું આશ્ચર્ય થાય છે. અર્થચમત્કૃતિવાળા કાવ્યને આ નમૂને છે. “સારા” સમાસનું વિશ્લેષણ મુખ માટે જુદી રીતે અને પંડિત માટે જુદી રીતે કરીએ તે અર્થ માં છે વિરોધાભાસ દેખાય છે તેને પરિહાર થઈ જાય છે. મૂખે આત્મજ્ઞાન મેળવવામાં સકારા હમેશાં વિમુખ રહે છે પણ પંડિત અથવા પ્રાપુભ આત્મજ્ઞાનમાં રત હોય છે. સામાન્યરીતે લોકોને મોટે ભાગ આત્મજ્ઞાનની બાબત મૂઢતા જ સેવે છે. બેધિની દુર્લભતા વિષે એક કવિ કહે છે કે ધન જન કંચન રાજસુખ સબહિ સુલભ કર જાન દુર્લભ છે સંસાર મેં એક યથારથ જ્ઞાન.” બાર ભાવનાઓ પૈકી બેધિદુલભ ભાવનાને અહિં નિર્દેશ છે. (૫) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42