________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
X છે. હવે અહીં પરિણામ પણ નિરપેક્ષ છે તેમ જ્ઞાનમાં લેજે-તે આ ગાથાની શરત છે. આચાર્યદવ કહે છે-હું સાપેક્ષથી પરિણામની વાત કહીશ પણ તું નિરપેક્ષ જાણજે. તેથી અગિયાર ગાથાની જેમ આ ગાથા પણ સમ્યકદર્શનની છે. (૩) તેર ગાથાની મહિમા
આ તેર ગાથા એટલે સ્વભાવિક વસ્તુ વ્યવસ્થાનું ઉદ્ઘાટન કરાવનારી ગાથા છે. પરિણામની કર્તા બુદ્ધિનું મૂળમાંથી ધ્વંસ કરાવી અનાદિનું કર્તાબુદ્ધિનું ઝેર ઉતારનારી છે. આ ગાથા સાક્ષાત અકર્તાની છે.
શ્રી કુંદકુંદદેવની તેરમી ગાથાનો યથાર્થભાવ ખરેખર અમૃતચંદ્રદેવ સમજી શક્યા છે. (૧) નવ તત્ત્વો થવા યોગ્ય થાય છે. (૨) નવ તત્ત્વો વિભાવ છે તેથી તેમાં શુદ્ધાત્મા નિમિત્ત નથી. આ ગુપ્ત રહસ્યને પ્રગટ કર્યું છે. પૂ. ગુરુદેવશ્રી દષ્ટાંત આપતા કોઈ બળુકી બાય હોય તે ગાયના આંચળમાંથી દૂધ ખેંચી શકે છે. શ્રી જયસેન આચાર્ય દેવની ૩૨૦ ગાથા કરતાં પણ ઘણાં ગૂઢ રહસ્યવાળી ગાથા છે. ૩૨૦ કરતાં ઘણું ગૂઢ રહસ્ય આ ગાથામાંથી નીકળ્યું. ૩૨૦ માં તો સંવર, નિર્જરા આદિનો કર્તા નથી માટે જાણનાર કહ્યું. જ્યારે અહીંયા તો નિરપેક્ષતાની ચરમ સીમા લીધી..રહસ્ય પૂર્ણ ચીઠ્ઠીમાં ટોડરમલ્લજી સાહેબ લખે છે કેઅધ્યાત્મ શ્રી સમયસારની આત્મખ્યાતિ ટીકામાં છે. તેમણે પણ આત્મખ્યાતિ ટીકાનાં નામનું સૂચન કર્યું છે.
વળી આ ગાથાની વિશેષતા એ છે કે-નવ તત્ત્વને ભૂતાર્થનથી જાણતાં સમ્યક્દર્શન થાય છે. નવ તત્ત્વનું શ્રદ્ધાન કરતાં સમ્યક્દર્શન થાય છે તેમ લખ્યું નથી. એટલે કે જે પરિણામને ભૂતાર્થ નયથી જાણે છે તેને સામાન્ય આત્મા જણાય જ જાય છે. જે પરિણામને અભૂતાર્થ નયથી જાણે છે તેને આત્મા જણાતો નથી, અને નવ તત્ત્વોનું જ્ઞાન પણ થતું નથી. અભૂતાર્થનવે નવ તત્ત્વને જાણવાથી અનાત્માની પ્રાપ્તિ થાય છે.
અગિયાર ગાથામાં કહ્યું કે-પર્યાયને આશ્રયે સમ્યક દર્શન થતું નથી. અહીં તેર ગાથામાં કહ્યું કે-પર્યાયને તું સાપેક્ષ માનીશ તો સમ્યક્દર્શન નહીં થાય. પર્યાયને નિરપેક્ષ જાણતાં દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે–આ સની પરાકાષ્ટા છે. પર્યાયની નિરપેક્ષતાનો સ્વીકાર પણ સર્વોત્કૃષ્ટતાએ છે. જે ધર્માત્મા પર્યાયને નિરપેક્ષ જાણે છે તે જ આ વાત કરી શકે છે. લાયક જીવ પણ પર્યાયને નિરપેક્ષ પડખાંથી જુએ છે ત્યારે આ વાત સમજી શકે છે.
આ ગાથાને સમજતાં આખા સમયસારનું હાર્દ સમજાય જાય છે. આ ગાથા સમ્યક એકાંતપૂર્વક અનેકાંત કેવી રીતે થાય છે તેની સંધિવાળી માર્મિક ગાથા છે. આમાં દષ્ટિ પૂર્વક જ્ઞાનની સંધિ છે. સમ્યક એકાન્ત ત્યારે જ સમ્યક કહેવાય કે તેની સાથે સમ્યક અનેકાંત હોય તો.
ભૂતાર્થનયથી નવ તત્ત્વોમાં એક જીવ જ પ્રકાશમાન છે. આમાં સમ્યક એકાંત એટલે કે સ્વ પ્રકાશક જ લીધું. પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ છે. પરિણામ દેખાતા જ નથી. નવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com