________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
VIII
અનાદિના મિથ્યાત્વના ઝેર ઉતરી જાય તેવા મંત્રો આ ગાથામાં ભર્યા છે. આ ગાથાને સમસ્ત જિનાગમના આધાર આપી સિદ્ધ કરે તો પણ સ્થૂળતા જ લાગે. માત્ર સ્વાનુભવથી જ પાર પડે તેવા બ્રહ્માંડના અલૌકિક ભાવો ભર્યા છે.
(૧) તેર ગાથાની આલોચનાઃ
શ્રી સમયસારની બાર ગાથાઓ પીઠિકાની છે. સંક્ષેપ રુચિવંત જીવો માટે કાર્ય થવામાં પર્યાપ્ત છે. બાર ગાથા સુધી શ્રી સમયસારજીની વિષય વસ્તુનું નામકરણ ન થયું. જ્યાં તે૨ નંબરની ગાથા આવી ત્યાં શ્રી સમયસારની ખરેખર શરૂઆત થઈ અર્થાત્ નામકરણ વિધિ થઈ.
તેર ગાથાની ટીકા કરતા પહેલા અમૃતચંદ્ર આચાર્ય દેવ ચાર કળશોની રચના કરે છે. બાર ગાથા પૂર્ણ થતાં ચોથા કળશમાં ‘આ અતિશય ૫રમ જ્યોતિ' ને સ્થાપીને અમી છાંટણા કરે છે. પાંચમાં કળશમાં કહે-સાધક થયો છે પરંતુ હજુ પૂર્ણતા થઈ નથી, અપૂર્ણતા છે ત્યાં સુધી વ્યવહારનય હસ્તાવલંબ તુલ્ય છે. પરંતુ જ્યારે જ્ઞાયક પરમાત્માને અંતરંગમાં પ્રત્યક્ષ અવલોકે છે અને તેમાં તદ્રુપ થઈ ચારિત્રભાવને પ્રાપ્ત કરે છે તેમને આ વ્યવહારનય કાંઈ પ્રયોજનવાન નથી. આગળ ૬ઠ્ઠા કળશમાં કહે છે-આ નવ તત્ત્વની પરિપાટીને છોડીને શુદ્ધનયનો વિષય જે ધ્રુવ આત્મા તે અમોને પ્રાપ્ત થાઓ, અમે બીજું કાંઈ ઈચ્છતા નથી. એક અભેદના અનુભવની જ અમારી વીતરાગી પ્રાર્થના છે.
હવે તે ગાથાની ટીકા કરતાં પહેલાં સાત નંબરના કળશમાં આચાર્યદેવ તેર ગાથાના રહસ્યને ઉદ્દઘાટિત કરનારું મંગલાચરણ કર્યું. તેર ગાથાની ઉત્થાનિકા રૂપ સાતમો કળશ લખ્યો તે અમૃતચંદ્રદેવની કલમની કમાલ છે. “નવ તત્ત્વ તત્ત્વે અપિ પુત્યું ન મુખ્વતિ” નવ તત્ત્વમાં ભેદરૂપ થયેલો દેખાવા છતાં તે ચૈતન્યજ્યોતિ પોતાનું એકપણું છોડતી નથી. શાયક સામાન્ય એકપણે જ રહે છે.
અગિયાર ગાથામાં કહ્યું કે-જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ સભ્યષ્ટિ થાય છે. અને બાર ગાથામાં કહ્યું કે-સાધક થયો, તે સમયે હવે જેટલો રાગ બાકી છે તે જાણેલો પ્રયોજનવાન છે આમ અગિયાર અને બાર ગાથાનો સરવાળો તેર ગાથામાં કર્યો છે.
તેર ગાથા બાદ આઠમો કળશ અને તેના ઉપર ટીકા રચે છે. નવના ભેદની રુચિમાં જ્ઞાયકભાવ અનંતકાળથી તિરોભૂત થઈ ગયો છે. હવે તેને શુદ્ઘનય વડે બહાર કાઢી પ્રગટ કરવામાં આવે છે. આ જ્યોતિ પ્રતિક્ષણ ઉધોતમાન છે. ત્યાર બાદ નવમો કળશ છે તે મતાર્થના ખંડન માટે તો સત્યાર્થ જ છે, પરંતુ સાધક પણ વસ્તુને ગમે તેમ ન સાધતા સર્વજ્ઞ મત અનુસાર એટલે નવ તત્ત્વ પ્રમાણ, નય, અનુસાર સાધે છે. લાલબત્તી તો ત્યાં કરે છે કેવ્યવહાર અને પર્યાય ઉ૫૨ વજન જવાથી સાધન...સાધન રહેતું નથી, પરંતુ તે સાધ્ય થઈ જાય છે. જો વ્યવહા૨ નિશ્ચયના સ્થાને અર્થાત્ આશ્રયના સ્થાને આવી જાય તો તે વિપર્યાસ છે. તેથી વિપર્યાસ ન થાય અને પરમાર્થ પ્રગટ થાય તે માટે ભાવાર્થકા૨ે પ્રમાણપૂર્વક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com