________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
IX
આત્મજ્યોતિ નય અને નયપૂર્વક સમ્યક પ્રમાણજ્ઞાન દર્શાવી વ્યવહારના અભાવની રીત બતાવી છે. જે વિધિ શ્રેણી માટેની છે તેજ વિધિ સાધક થવા માટેની છે.
છેલ્લે દસ કળશમાં શુદ્ધનય ઉદય થયો તેનું વર્ણન છે અને તેર ગાથાની પૂર્ણાહૂતિ અને ચૌદ ગાથાના ઉપોદઘાતની શરૂઆત છે. (૨) અગિયાર અને તેર ગાથાની સંધિ :
અગિયાર અને તેર ગાથા તે જૈનદર્શનનો સાર છે. અગિયાર અને તેર ગાથા જોડકા રૂપ છે. અગિયારમાં ત્રિકાળી દ્રવ્ય કેવું છે તેની વાત છે. જ્યારે તેર ગાથામાં નવ તત્ત્વને ના કરે તેનું નામ ત્રિકાળી દ્રવ્ય છે. આ રીતે તેર ગાથા અગિયાર ગાથાને પૃષ્ટ કરનારી છે.
અગિયાર ગાથામાં એક માટે ભૂતાર્થ શબ્દ વાપર્યો, જ્યારે તેર ગાથામાં-નવ માટે ભૂતાર્થ શબ્દ વાપર્યો. વળી આ બન્ને ગાથાઓમાં આચાર્ય ભગવાને ક્યાંય પણ કર્તા શબ્દ લખ્યો નથી. ચારે બાજુથી આત્માનો સ્વભાવ જ્ઞાન જ નીકળે છે. પર્યાયને પ્રગટ કરું તેના લક્ષે અજ્ઞાન થશે, કારણ કે તેણે અકર્તાને કર્તા માન્યો. પર્યાય સત્ છે તેને પરાધીન માની. પર્યાયને પરાધીન માનતાં બે મહાદોષ ઉભા થયા. (૧) પર્યાયની સ્વાધીનતાનો (૨) દ્રવ્યના અકર્તાપણાનો-બન્નેનો નાશ તેણે કર્યો..
તેથી પ્રથમ પાઠ એ છે કે-આત્મા નિષ્ક્રિય છે માટે પર્યાયને કેવી રીતે કરે? આત્માના મૂળ સ્વભાવમાં જાણવું છે..કરવાનું નથી. જૈનદર્શનની શરૂઆત જ જ્ઞાયકભાવ જીવ છે, ત્યાંથી જ થાય છે.
અગિયાર ગાથામાં એમ લખ્યું કે-વ્યવહાર સઘળોય અભૂતાર્થ છે, ભૂતાર્થને આશ્રયે સમ્યકદર્શન થાય છે. જ્યારે તેર ગાથામાં પણ એ જ વાત કરી કે ભૂતાર્થને આશ્રયે સમ્યકદર્શન થાય છે. નવ તત્ત્વના ભેદનો આશ્રય છોડવા યોગ્ય છે. કારણ કે નવના આશ્રયે સમ્યક્દર્શન થતું નથી. શુદ્ધાત્માની દષ્ટિની સાથે સાથે નવ તત્ત્વોનું જ્ઞાન પણ કરાવવાનો હેતુ છે. એટલે કે દષ્ટિપૂર્વક સમ્યકજ્ઞાન થાય છે તે નવ તત્ત્વોને થવા યોગ્ય થાય તેમ જાણે છે.
બાર ગાથામાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન લખ્યું છે, તેર ગાથામાં એમ લખ્યું કેપરિણામને તું નિરપેક્ષપૂર્વક સાપેક્ષ જાણજે. આ અગિયાર+બાર ગાથાનું ફળ તે તેર ગાથા છે. કારણ કે પર્યાયને નિરપેક્ષપૂર્વક સાપેક્ષ જાણે છે સાધક તો તેનું જ્ઞાતાપણું ટકે છે. એકાંતે સાપેક્ષ જાણવાથી નિયમથી કર્તબુદ્ધિ થાય છે.
તેર ગાથા અગિયાર ગાથાના ભાવોનો પુષ્ટ કરનારી છે. અગિયારમાં કોઈ જીવ સમ્યકત્વને ન પામ્યો હોય તો તેર ગાથામાં ભૂતાર્થથી નવ તત્ત્વને જાણતાં નિયમથી સમ્યકદર્શન છે. કેમકે દ્રવ્યનો નિશ્ચય અને પર્યાયનો નિશ્ચય એક સમયમાં જાણવામાં આવતાં બેવડે દોરે કામ થાય છે. [ડબલ એન્જિન વાળી વાત છે તે દ્રવ્ય સ્વભાવ-પર્યાય સ્વભાવની ચર્ચામાંથી વાંચવું] અગિયાર ગાથામાં જ્ઞાયક ભાવને નિરપેક્ષ બતાવ્યો. તે તો નિરપેક્ષ જ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com