Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal
View full book text
________________
મદદગાર.
મદદગાર.
કુમારિકાને ધર્મ છે કે તેણે પિતાના માતા-પિતાનાં અને ભાઈ-ભાંડુનાં કામમાં શક્તિ મુજબ મદદગાર બનવું જોઈએ, એમ કરવાથી કામમાં કુશળતા મળે છે અને
આરંભેલું કામ સહેલાઈથી આપાય છે. ૨. કોઈ પણ કામ સારી રીતે કરતાં શીખવું હોય તે તેના મૂળ
કરનારની મદદે પહોંચવું, તે શી રીતે કરે છે તે જોવું, અવલોકવું અને વખત આવતાં તે કરવું, એમ કરવાથી જ
કામ સારી રીતે શીખી લેવાય છે. ૩. કામ કરનાર તમારા વડીલને તમે કામમાં મદદગાર બને
તેથી તેઓ હંમેશા તમારા પર પ્રસન્ન રહેશે. એ પ્રસન્નતા અને તમારી મદદ એકત્ર થતાં તમે તેવું કામ પાર પાડ
વાની કુશળતા મેળવશે. ૪. ભવિષ્યમાં તમે જ્યારે યુવતિ અગર મોટી વયની સ્ત્રી થશે,
ત્યારે આ રીતે અન્યને મદદ કરી શીખી લીધેલું કામ
તમને સારી રીતે કરતાં આવડશે એ ધ્યાનમાં રાખશે. ૫ કઈ પણ ઉપયોગી કામમાં અન્યને મદદ કરીને જે કુશળતા
આજે તમે મેળવશે તે ભવિષ્યમાં તમને ઘણું ખપની થઈ પડશે, એટલું જ નહિ પણ હાનપણથી તેવી કુશળતા મેળવવા માટે તમે જરૂર ખુશી થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com