Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal
View full book text
________________
કરણેષુ દાસી.
~~-~
~-
~~
~-~~-~
શબ્દને અર્થ, કરડી કે ગુલામડી જે કરી બેસવાની રખે કઈ ભૂલ કરતા! સ્ત્રી એ પુરૂષથી કઈ રીતે ઉતરતા દરજજાની વ્યકિત નથી, તેથી પુરૂષ એ શેઠ, અને સ્ત્રી એ તેની નોકરડી એ પક્ષપાતી, એક તરફી અને અગ્ય સંબંધ કલ્પી લેવાની ગેરસમજૂતી ન થઈ જાય તેની સાવધાની રાખશે. ભૂતકાળમાં તમારા મગજમાં કદાચ કઈ રીતે કર્યું હોય તે તેને સત્વર દૂર કરશે. કારણ કે ન્યાયની રીતે જ તે એમ કહી શકાય કે –
પુરૂષ એ જે ઇશ્વર છે તે સ્ત્રી એ ઇશ્વરી જ છે. પુરૂષ એ જે દેવ છે તે સ્ત્રી એ દેવીજ છે. પુરૂષ એ જે રાજા છે તે સ્ત્રી એ રાણીજ છે. પુરૂષ એ જે શેઠ છે તે સ્ત્રી એ શેઠાણું છે.
પ્રસંગેપાર કહેવું જોઈએ કે, આ આર્યાવર્તમાં વર્તમાનકાળમાં લગભગ દરેક સમાજમાં પુરૂષ જાતિએ સ્ત્રી જાતિને નબળી માનીને તેના ઉપર જે અન્યાય કર્યો છે અને કર્યો જાય છે. તેનું ભયંકર અને અનિષ્ટ પરિણામ એ આવ્યું છે કે, સમાજનું એક અંગ ગણાતી સ્ત્રી જાતિનો ગ્ય વિકાસ ન થવા દઈને, તેમનાં શરીરને પક્ષાઘાતજ લાગુ પાડી તેમની તરફથી મળતી ઉત્તમ મદદે ગુમાવી બેઠા છે! આ સામાજિક પાપમાંથી છુટવા માટે પુરૂષજાતે પ્રાયશ્ચિત્ત કરવાની જરૂર છે. પુરૂષજાતિ જે આ પ્રાયશ્ચિત્ત કરવાની જરૂર જેટલી જાગૃતિએ આવ્યો હોય તે સમાજમાં સ્ત્રી જાતિને પુનઃ ગૌરવાન્વિતપદ ઉપર સ્થાપી તેની સાથે માનભરી રીતે વર્તન વતવાની વલણ હસ્તગત કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com