Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal
View full book text
________________
આરોગ્ય.
આ ટેશનનું નામ આ છે.” દુર્દેવે ટ્રેઈનમાં પણ કોઈ નરપિશાચ તમારી પાછળ હોય તો તે તમારી અજ્ઞાનતાને લાભ લઈને “આપણું સ્ટેશન આ આવ્યું ” કહીને એકને બદલે બીજે સ્ટેશને ઉતારી લઈ જાય છે !
હેને, વધારે શું કહું? આ અને આવી બીજી સામાન્ય જ્ઞાનને લગતી અનેક અજ્ઞાનતાઓ છે કે, જે દૂર કરવાની પહેલી તકેજ જરૂર છે. આવી અજ્ઞાનતાઓ દૂર કરવા માટે નથી વધારે સમયની જરૂર, તેમ નથી મોટાં પુસ્તકનાં અભ્યાસની જરૂર પરંતુ રે, ટ્રામ, મોટર, પોસ્ટ અને જાહેર રસ્તા વગેરેને લગતી
ડી ઘણું પૂછપરછ કરવાની ટેવથી આ અજ્ઞાનતા તે સહજ દૂર થઈ શકે તેવી છે. અજ્ઞાનતા એ એક વ્યાપક વિષય છે અને તેથી તેનાં અંગમાં અનેકાનેક બાબતોને સમાવેશ થઈ જાય છે તેથી તે બધું કહેતાં ઘણો વખત પસાર થાય તેમ હોઈ આટલું જ કહેવું ઉચિત ધારું છું. આરોગ્ય.
હેને, તમારા જીવનનો બીજો પ્રશ્ન વિચારવા જેવો છે, તે . “ આરેગ્ય સંબંધી” છે. તેની મતલબ એ છે કે, દરેક સમયમાં
અને દરેક અવસ્થામાં તમારે શરીર સંબંધી અને મન સંબંધી નિરોગીપણું સાચવી રાખવું જોઈએ. કેટલીક બહેને વ્યાયામ અગર કસરતના અભાવે શારીરિક ખીલવણું તે કરી શકતી નથી, પરંતુ શારીરિક આરોગ્ય જાળવી રાખવામાં પણ લગભગ બેદરકાર હોય છે, પરિણામે તેમનું બંધારણ તદન નબળું જ રહી જવા પામે છે. આપણું દેશમાં બાળાઓ જ્યારે બાર-ચાદ વર્ષની ઉમરે પહોંચે છે ત્યારે તેમના લગ્ન કરી દેવામાં આવે છે.
અને ગર્ભ ધારણ કરે છે! આ તદ્દન અપકવ અને તેથી અયોગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com