Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal
View full book text
________________
લાજ કાઢવી.
યુવતિઓ જ્યારે કોઈ પણ રસ્તેથી પસાર થતી ત્યારે મુસલમાન પાદશાહે તેમને પકડીને જનાનખાનામાં પહોંચાડી તેમને પોતાની પત્નીઓ બનાવતા હતા. જ્યારે સંદર્ય અને આકર્ષકતાનું આ પરિણામ આવવા લાગ્યું ત્યારે તત્કાલીન હિંદુસમાજે સ્ત્રીઓને લાજ કે ઘૂમટો કઢાવવાનો રીવાજ શરૂ કરાવ્યો. અલબત, આમ થવાથી અત્યારે અગ્ય જણાતે રીવાજ પણ હિંદુ કન્યાઓનું તેમજ સ્ત્રીઓનું રક્ષણ કરવા સમર્થ થઈ શક્યો હતો ખરે; પરંતુ હાલના બ્રીટીશ રાજ્ય અમલમાં પૂર્વોક્ત ભયને સ્થાન નહિ રહેવાથી લાજ કઢાવવાની જરૂર નથી. લાજ કાઢવાથી બરાબર જોઈ શકાતું નથી અને તેથી સામે દોડી આવતી ગાય કે બળદ કચરી નાખે એજ ભય નથી, પરંતુ મોટર કે ટ્રામને ભેગ બની જતાં જીવન જોખમાય છે, તેથી લાજને પ્રચલિત રીવાજ હાનિકારક જણાતા હોઈ દૂર કરી આ પ્રશ્નને નીકાલ લાવ ઘટે છે.
સમયવ્યય,
બહેને! સ્ત્રી જીવનનો આઠમો પ્રશ્ન “સમયવ્યય” નો છે મનુષ્યજીવન જેવું ઉન્નત કોટિનું જીવન મેળવવા છતાં તેને સારામાં સારો ઉપયોગ કરવાને બદલે તમારા સમયને વ્યય તમે કેવળ કુથલી કરવામાં, ગામ ગપાટા હાંકવામાં અને નિમોલ્ય વાતામાં પસાર કરી રહી છે એ શું એાછી ખેદની વાત છે? જગના મહાન પુરૂષે “સમય માત્રને પ્રમાદ કરે નહિ” એ દુંદુભિનાદ કરી ગયા હોવા છતાં તમે તે તરફ કાન આપતા નથી. તેમની તમે અવગણનાજ કરતા નથી, પરંતુ તમારું ભાવિજીરન બગાડી રહ્યા છે એમ માનશે. સમયને સદ્વ્યય કરતી પશ્ચિમની
સ્ત્રીઓનાં જીવન નિહાળે. અરે! તમારાં અને તેમનાં કામના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com