Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal

View full book text
Previous | Next

Page 89
________________ અતિસહનશીલતા. અતિસહનશીલતા. બહેનો, સ્ત્રી જીવનને ચંદમે પ્રશ્ન જે છે તે “અતિ સહનશીલતા” સંબંધી છે, સહનશીલતા એ જીવનનો વિકાસ કરનાર ગુણ હોવા છતાં જ્યારે તેની હદ ઉલંઘવામાં આવે છે ત્યારે તે ગુણને બદલે દોષ બને છે, અને તે “અતિસહનશીલતા” ના નામે ઓળખાય છે. પ્લેને, જ્યારે તમારા પિયરમાં કે સાસરામાં પિયરીયાં કે સાસરીયાં કેવળ તેમની પ્રકૃતિને વશ થઈ તમને દુ:ખ આપતાં હોય ત્યારે પણ તમે જે તે દુઃખ મુંગે મેઢે સહન કરી લે, અને તેને દૂર કરવાનો માર્ગ શોધે નહિ તો એ તમારી અતિ સહનશીલતા ગણાશે અને તે દેષરૂપ હોઈ તમારે વિકાસ નહિ સાધતાં વિનાશને જ સાધનાર જાણે તેને દૂર કરવાની તમારી ફરજ છે. બહેન, ઉપર મુજબ સ્ત્રી જીવનના દ ને અતિ સંક્ષેપમાં તમારી પાસે રજુ કર્યા છે, આ દરેક પ્રશ્ન વિષે પુનઃ પુન: વિચાર કરશે, માત્ર વિચારજ કરશે એમ નહિ, પરંતુ તેને નીકાલ કરવાનો પુરૂષાર્થ પણ આદરશો તો તમારું સ્ત્રી જીવન ખરેખર આદર્શ અને સુખમય જ બનાવી શકશે. સમાપ્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92