Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal
View full book text
________________
લગ્નવય.
~
~
~
~
તમે કોઈ યુક્તિ આદરે, પુરૂષો સાથે સમાનતાનું તમારું સત્ય સનાતન અને શાસ્ત્રીય સ્થાન પાછું મેળવવા જ્ઞાન અને કળાકૈશલ્ય હસ્તગત કરે. છેવટે તમને ઉતરતી પંક્તિમાં મૂકનારા પુરૂષો સાથે જરૂર જણાય તે અસહકાર કરીને પણ આ અસમાનતાના વિકટ પ્રશ્નને નીકાલ લાવ. ' '
લગ્નવય
બહેને, તમારા જીવનને ચોથે પ્રશ્ન જે છે તે “લગ્નની વય” સંબંધી છે. આ પ્રશ્ન સંબંધી બેદરકારીથી ભૂતકાળમાં જે અનિષ્ટ પરિણામ આવ્યું છે, વર્તમાનમાં અનુભવાય છે અને હજુ જે આ પ્રશ્ન વિષે ઉચિત વિચાર કરી ગ્ય અમલ નહિ કરવામાં આવે તો ભવિષ્યમાં જે ભયંકર પરિણામ આવશે તે વર્ણવ્યું જાય તેમ નથી! લગ્નની વય ઘણી નાની રાખવાની પ્રથા મુસલમાન રાજાઓનાં રાજ્ય અમલમાં ભલે જરૂરની લાગી હોય અને તેમ કર્યું હોય તેમાં મારો કશો વાંધો નથી, પરંતુ તે રાજ્ય અને તે અમલ બદલાવા છતાં આ કુરૂઢિને વળગી રહેવાનું પરિણામ એ આવ્યું છે કે, આજે કેટલીય કુમળી વયની બાળાઓને ફૂર કાળે ભેગી લીધે છે!
હેને! જે વયમાં લગ્નની જવાબદારીનું જરાએ ભાન થયું નથી તે અજ્ઞાનાવસ્થાવાળી વયમાં-દશ દશ અને બાર બાર વર્ષની તદ્દન કાચી, કુમળી અને અપકવ વયમાં બાળાઓને પરણાવી દેવાથી અને વણિક જાતિમાં કન્યા સાસરે જ રહેતી હોવાથી સંસાર વ્યવહાર પણ શરૂ થઈ જાય છે! એમજ નહિ, પણ બાળઉછેર અને બાળરક્ષણનું પણ જ્યાં લગાર જ્ઞાન કે અનુભવ નથી
ત્યાં તે ગર્ભાધાન પણ થઈ ચૂકયું હોય છે ! આમ થતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com